વેલનાથપરમાં સગીરાની છેડતી કરતા આ અંગે સગીરા દાદા સહિતના પરિવારજનો સમજાવવા પાડોશી શખસના ઘરે ગયા હતાં.ત્યારે આરોપીઓએ વૃધ્ધ અને તેના બે પુત્રોના આંખમાં મરચુ છાંટી પાઇપ વડે હત્પમલો કરતા વૃધ્ધને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ અંગે વૃધ્ધની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે મારામારી,છેડતી અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વેલનાથપરા મેઇન રોડ પર સાગરપાર્કની સામે રહેતા દેશુરભાઈ મનજીભાઈ કુવાંદીયા(ઉ.વ ૬૯) નામના વૃદ્ધ દ્રારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પ્રકાશ મોહનભાઈ ઉધરેજીયા, પ્રકાશનો દીકરો, મુકેશ વીરચંદભાઈ સોલંકી અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
વૃદ્ધે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મજૂરીકામ કરે છે અને અહીં પુત્રો અને તેમના સંતાનો સાથે રહે છે. તેમની સોસાયટીમાં રહેતો પ્રકાશ ઉધરેજીયાનો પુત્ર બાઇક લઇ અવારનવાર અહીથી નીકળે છે અને ફરિયાદીની પૌત્રી કે જે ૧૭ વર્ષની હોય તે ડેઇલીએ બેસી ઇમિટેશનનું કામ કરતી હોય ત્યારે તેની સામે ઇશારા કરી ભાગી જાય છે. આ બાબતે વૃદ્ધના પરિવારજનો પ્રકાશના ઘરે સમજાવવા જતા પ્રકાશ હાજર ન હોય જેથી બપોરેબાદ ફરીયાદી તેના પુત્ર પ્રકાશ અને નીતિનને સાથે લઈ સમજાવવા માટે ગયા હતા.
આ સમયે પ્રકાશને તેના દીકરા વિશે વાત કરતા બોલાચાલી થઈ હતી બાદમાં ચારેય આરોપીઓ ઉશ્કેરાઇ મારા ઘરે મારા દીકરાની ફરિયાદ લઈને આવવાની હિંમત કેમ કરી? કહી ગાળો દઈ વૃદ્ધ તથા તેના બંને પુત્રોની આંખમાં મરચાની ભૂકી છાંટી પાઇપ વડે હત્પમલો કર્યેા હતો.
વૃદ્ધના બંને પુત્રને પણ માર મારી ગાળો આપી હતી દેકારો થતાં આ લોકો અહીંથી નાસી ગયા હતા. ત્યારબાદ ૧૦૮ મારફત વુધ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ હેડ કોન્સ. એચ.એમ.કોઠીવાળે આરોપીઓ સામે મારામારી, છેડતી અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.વધુ તપાસ પીએસઆઇ અમે.આઇ.શેખ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech