મેલબોર્નમાં શો માટે નિર્ધારિત સમયનું પાલન ન કરવા બદલ નેહા કક્કરને ફેન્સની ખફગી વહોરવી પડી હતી અને 3 કલાક સુધી લોકોને રાહ જોવડાવનારી ગાયિકા પર લોકોનો આક્રોશ છલકાયો હતો, કોન્સર્ટ સ્થળે હોબાળો થાતા નેહા રડી પડી તો લોકોએ સ્પષ્ટ પરખાવ્યું હતું કે આ ઇન્ડિયન આઇડોલ નથી, આવા ખોટા ડોળ કરવાનું બંધ કરો.
મેલબોર્નમાં એક કોન્સર્ટ દરમિયાન નેહા કક્કર રડતી હોય તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્રણ કલાક મોડી પહોંચેલી આ ગાયિકાએ ભીડની ખૂબ માફી માંગી, પરંતુ તેણીની કોઈ વાત લોકો સમ્બદ્વાં તૈયાર ન હતા. વાયરલ થઈ રહેલી ક્લિપમાં નેહા તેના ચાહકોની માફી માંગતી જોઈ શકાય છે. પણ લોકો એક પણ વાત સાંભળવા તૈયાર નથી.
આંસુ રોકીને તેણે કહ્યું: “મિત્રો, તમે લોકો ખરેખર સુંદર છો! તમે ધીરજ રાખી છે. તમે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો. મને તે ગમતું નથી, મેં મારા જીવનમાં ક્યારેય કોઈને રાહ જોવા મજબુર નથી કર્યા.મને ખૂબ જ દુઃખ છે કે તમે આટલી રાહ જોઈ રહ્યા છો! આ મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. મને આ સાંજ હંમેશા યાદ રહેશે. આજે તમે બધાએ મારા માટે ઘણો સમય કાઢ્યો છે.
લોકોએ નેહા કક્કર પર રોષ ઠાલવ્યો
પ્રેક્ષકોમાંથી કેટલાકે તાળીઓ પાડી અને તેમને સાંત્વના આપવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો, જ્યારે મોટાભાગના લોકો નિરાશ રહ્યા. વીડિયોમાં ભીડમાંથી ગુસ્સે ભરાયેલા અવાજો સંભળાઈ રહ્યા હતા, જેમાં કેટલાક લોકો "પાછા જાઓ!" બૂમો પાડી રહ્યા હતા. તમારી હોટેલમાં આરામ કરો. એક માણસે કહ્યું- આ ભારત નથી, તમે ઓસ્ટ્રેલિયામાં છો. બીજાએ કહ્યું- અમે ત્રણ કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. ત્રીજો અવાજ તેમની મજાક ઉડાવતો સંભળાયો, "શાનદાર અભિનય, આ ઇન્ડિયન આઇડોલ નથી." તમે બાળકો સાથે પરફોર્મ નથી કરી રહ્યા.
નોંધનીય છે કે મેલબોર્ન કોન્સર્ટ પહેલા, નેહાએ સિડનીમાં પરફોર્મ કર્યું હતું અને તેના ઇન્સ્ટાગ્રામ પર ઇવેન્ટની ઝલક શેર કરી હતી. ટીકા છતાં, નેહાના વફાદાર ચાહકો સોશિયલ મીડિયા પર તેના બચાવમાં આવ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech