નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે નીરજ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી, કેમ કે તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. નીરજ આજે (22 ઓગસ્ટ, ગુરુવાર) ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. આ વખતે નીરજ સ્વિટ્ઝર્લેન્ડની લોઝેન ડાયમંડ લીગ 2024માં ભાગ લેશે. પેરિસ ઓલિમ્પિક બાદ નીરજની આ પ્રથમ સ્પર્ધા હશે.
નીરજે પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટર સુધી ભાલો ફેંકયો હતો, જે સિઝનનો તેનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ હતો. આ થ્રો સાથે નીરજે સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
લોઝેન ડાયમંડ લીગમાં નીરજ 90 મીટરના આંકને સ્પર્શવા માંગે છે
નીરજ ચોપરા સ્વિત્ઝર્લેન્ડમાં રમાનારી લોઝેન ડાયમંડ લીગમાં 90 મીટરના આંકને ચોક્કસપણે સ્પર્શવા માંગશે. નીરજે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 90 મીટરના આંકને સ્પર્શ કર્યો નથી. ગ્રોઈનની ઈજાને કારણે નીરજે આ સિઝનમાં ડાયમંડ લીગમાં વધુ ભાગ લીધો ન હતો. તેણે દોહા ડાયમંડ લીગમાં ભાગ લીધો હતો. જેમાં તેણે 88.36 મીટરનો થ્રો કર્યો હતો. લોઝેન ડાયમંડ લીગ સિઝનની છેલ્લી ડાયમંડ લીગ હશે. આ પછી નીરજ લગભગ 2 મહિનાનો બ્રેક લેશે, આ દરમિયાન તે ગ્રોઈનની ઈજા માટે સર્જરી પણ કરાવી શકે છે.
નીરજનો મેચ ક્યારે અને ક્યાં થશે?
નીરજ ચોપરા 22 ઓગસ્ટ એટલે કે આજે લૌઝેન ડાયમંડ લીગમાં ભાગ લેશે. નીરજ ચોપરાનો પ્રીગ્રામ ભારતીય સમય અનુસાર સવારે 12:22 વાગ્યે (23 ઓગસ્ટ) જોવા મળશે.
લાઈવ ક્યાં જોઈ શકાશે?
સ્પોર્ટ્સ 18 દ્વારા ટીવી પર નીરજ ચોપરાની એક્શન લાઈવ જોઈ શકશો. તેનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ અને વેબસાઈટ પર થશે.
અરશદ નદીમ લીગનો ભાગ નહીં
ઉલ્લેખનીય છે કે આ ડાયમંડ લીગમાં આવા પાંચ એથ્લેટ ભાગ લઈ રહ્યા છે, જેઓ પેરિસ ઓલિમ્પિકના ટોપ-6માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા. બ્રોન્ઝ મેડલ જીતનાર એન્ડરસન પીટર્સ પણ આમાં સામેલ થશે. જોકે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમ આ લીગનો ભાગ નહીં હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
December 23, 2024 11:29 AMજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech