સ્થાનિક માંગ વધતા નયારા એનર્જીની નિકાસો 2023માં 10 ટકા ઘટી

  • March 12, 2024 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

સ્થાનિક માંગ વધતા નયારા એનર્જીની નિકાસો 2023માં 10 ટકા ઘટી

 
નવી દિલ્હી, 6 માર્ચ,2024: ભારતની સૌથી મોટી પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીની 2023માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસોમાં 10 ટકા ઘટાડો થયો છે. વિકસી રહેલા અર્થતંત્રની ઇંધણની માંગને પૂરી કરવા માટે સ્થાનિક સ્તરે તેણે વધુ પ્રોડક્ટ્સ સપ્લાય કરી હોવાના લીધે આ ઘટાડો જોવાયો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતના વાડિનારમાં વર્ષે 20 મિલિયન ટનની ક્ષમતાની ઓઈલ રિફાઇનરી ચલાવતી અને 6,500થી વધુ પેટ્રોલ પંપનું નેટવર્ક ધરાવતી નયારાએ જાન્યુઆરી 2023 અને ડિસેમ્બર 2023 વચ્ચે જેટ ફ્યુલ, ગેસોઇલ (ડીઝલ) અને ગેસોલિન (પેટ્રોલ) સહિત 6.21 મિલિયન ટન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ કરી હતી જે વાર્ષિક ધોરણે 10 ટકા ઓછી હતી.

ઘરઆંગણે મોટાપાયે વપરાશના લીધે નિકાસમાં આ ઘટાડો જોવાયો હતો. કંપની સંસ્થાકીય વ્યાપાર, અન્ય ઓઈલ કંપનીઓને વેચાણ તથા તેની પોતાની રિટેલ ચેઇન દ્વારા સ્થાનિક માર્કેટની માંગ પૂરી કરે છે.નયારાએ જેટલી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પેદા કરી તે પૈકી 68 ટકા દેશમાં જ વેચાઈ હતી જ્યારે એટીએફ, ગેસોઇલ અને ગેસોલિન સહિતની બાકીની 32 ટકા પ્રોડક્ટ્સ નિકાસ કરવામાં આવી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી)ના જણાવ્યા મુજબ વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો વપરાશ 5.1 ટકા વધીને 192.7 મિલિયન ટન સુધી પહોંચ્યો હતો.

“આ વૃદ્ધિ પેટ્રોલમાં 6 ટકા, ડીઝલમાં 4 ટકા અને એટીએફ વપરાશમાં 12 ટકા વપરાશના લીધે જોવા મળી હતી. નયારા માટે નેચરલ એક્સપોર્ટ માર્કેટ્સ મધ્યપૂર્વ, આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયા જેવા બજારો છે જેમણે સમગ્ર વર્ષ દરમિયાન કંપનીની પ્રોડક્ટ્સ માટે સતત માંગ દર્શાવી છે” એમ તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે “કંપનીએ 2023 દરમિયાન યુરોપને ગેસોલિન કે ગેસોઈલનો કોઈ પુરવઠો પાડ્યો ન હતો.”

વ્યવસાયિક દ્રષ્ટિએ યુરોપિયન યુનિયન બજારોની સિઝનલ જરૂરિયાતો (વિન્ટર ગ્રેડ ડીઝલ)ને સંતોષવી અતાર્કિક છે. નયારાનું ડીઝલ ઈયુ બજારોની શિયાળા સંબંધિત જરૂરિયાતો સાથે મેળ ખાતી નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

2023માં નયારાએ નિકાસ કરેલી કુલ પ્રોડક્ટ્સમાંથી 81 ટકા પ્રોડક્ટ્સ આફ્રિકા, દક્ષિણ-પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વના દેશોને મોકલવામાં આવી હતી.

કુલ નિકાસ થયેલી 6.21 મિલિયન ટનમાંથી ગેસોઈલની નિકાસો 3.45 મિલિયન ટન હતી જે આ જ સમયગાળા દરમિયાન તમામ નિકાસોની લગભગ 56 ટકા હતી. કેટલાક નિકાસ બજારોમાં આફ્રિકા, મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થતો હતો.

નયારાએ 2023 દરમિયાન યુરોપને કોઈ ગેસોઇલની નિકાસ કરી ન હતી ત્યારે ઈયુને ઇંધણની નિકાસની ટકાવારી છેલ્લા પાંચ વર્ષમાં કુલ ગેસોઈલની નિકાસના 3 ટકાથી પણ ઓછી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ગેસોઈલ એક્સપોર્ટ નિકાસોની ટકાવારી 2022માં કુલ ગેસોલિન વેચાણના 26 ટકાથી વાર્ષિક ધોરણે ઘટીને 2023માં કુલ ગેસોલિન વેચાણના 24 ટકા થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નયારાની કુલ સ્થાનિક સેલ્સ ચેનલ્સે વાર્ષિક ધોરણે વૃદ્ધિ દર્શાવી છે જેમાં રિટેલ 28 ટકા, સંસ્થાકીય વેચાણ 16 ટકા અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓની 26 ટકા વૃદ્ધિ જોવાઈ છે.

આ અંગે ટિપ્પણી કરતા નયારાએ જણાવ્યું હતું કે “તે ભારતમાં છે અને ભારત માટે છે અને દેશની ઊર્જા માટેની વધતી જતી માંગને પૂરી કરવા માટે કૃતનિશ્ચયી તથા પ્રતિબદ્ધ છે.”

“ભારતના રિફાઇનિંગ આઉટપુટના 8 ટકા હિસ્સો પૂરો પાડનાર અગ્રણી ડાઉનસ્ટ્રીમ પ્લેયર તરીકે નયારા એનર્જી દેશના સ્વપ્નો તથા મહત્વાકાંક્ષાઓને વેગ આપે છે અને ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ પ્રદાન કરે છે”, એમ ઇ-મેલ દ્વારા કંપનીએ જવાબ આપ્યો હતો. “અમે દેશની ઊર્જા જરૂરિયાતોના મજબૂત ભાગીદાર બનવામાં માનીએ છીએ અને દેશની વપરાશની માંગ સંતોષવાનું ચાલુ રાખીશું. અમે અમારા ગ્રાહકો, ભાગીદારો, સમુદાયો તથા કર્મચારીઓના સ્વપ્નોને વેગ આપે તેવી ઊર્જા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”

તેના રિટેલ નેટવર્ક અંગે કંપનીએ જણાવ્યું હતું કે “તે દેશના ખૂણેખૂણે વિશ્વસનીય અને સલામત ગતિશીલતા માટેની જરૂરિયાતો પૂરી કરે છે.”

“નયારા એનર્જી ટકાઉ વૃદ્ધિના વિચારને સમાવે છે કારણ કે અમે પ્રગતિને આગળ ધપાવવા માટે અમારી વિશ્વકક્ષાની એસેટ્સનો લાભ લઈને અને દેશને મૂલ્ય પૂરું પાડીને તકોને સશક્ત બનાવીએ છીએ”, એમ તેણે ઉમેર્યું હતું.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application