ભારતની સૌથી મોટી પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્થાનિક ઇંધણના વેચાણમાં 14.3 ટકાનો વધારો નોંધાવ્યો છે. નિકાસોમાં ઘટાડો થયો છે ત્યારે આ વૃદ્ધિ વધતી સ્થાનિક માંગને પહોંચી વળવામાં કંપનીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન નયારાએ ભારતીય બજારોમાં ગુજરાતમાં તેની વાડીનાર ઓઇલ રિફાઇનરી ખાતે ઉત્પાદિત ડીઝલના 75 ટકા અને પેટ્રોલના 60 ટકાનું વેચાણ કર્યું હતું. રિટેલ ડિઝલનું વેચાણ વધીને 2.08 મિલિયન ટન થયું હતું જે ગત વર્ષે આ જ ગાળામાં 1.82 મિલિયન ટન કરતાં વધુ હતું જ્યારે રિટેલ પેટ્રોલ વેચાણ વધીને 0.916 મિલિયન ટન થયું હતું જે ગયા વર્ષે આ જ ગાળામાં 0.809 મિલિયન ટન હતું.
નયારા એનર્જીએ વ્યૂહાત્મક રીતે તેનું રિટેલ નેટવર્ક વિસ્તાર્યું છે જેમાં હવે સમગ્ર ભારતમાં 6,500થી વધુ પેટ્રોલ પંપનો સમાવેશ થાય છે જેમાં 99 ટકા સ્ટેશનો ફુલ્લી ઓટોમેટેડ છે. આ ફ્યુલ સ્ટેશનો પૈકીના લગભગ 35 ટકા ટિયર 3, 4 અને 5 નગરોમાં આવેલા છે જે મોબિલિટી વધારે છે અને સ્થાનિક વેપારને સમર્થન આપે છે.
મજબૂત સ્થાનિક માંગને પ્રતિસાદ આપતા નયારાના પેટ્રોલ નિકાસ વેચાણો ગત વર્ષે કુલ પેટ્રોલ વેચાણના 36 ટકાથી ઘટીને વર્તમાન ત્રિમાસિક ગાળામાં 21 ટકા થયા હતા. કંપનીએ 0.65 મિલિયન ટન ડીઝલ, ખાસ કરીને આફ્રિકા, દક્ષિણપૂર્વ એશિયા અને મધ્યપૂર્વમાં નિકાસ સહિત કુલ 1.36 મિલિયન ટન ઇંધણની નિકાસ કરી હતી.
આ અંગે નયારા એનર્જીના સીઈઓ એલેસેન્ડ્રો દ દોરિદસે જણાવ્યું હતું કે “નયારા એનર્જી તેનો સ્થાનિક વેપાર સ્થિર ગતિએ ઊભો કરી રહી છે અને ભારતની વૃદ્ધિને વેગ આપવાની સંભાવના ધરાવતા વંચિત બજારોમાં તેનું રિટેલ નેટવર્ક વ્યૂહાત્મક રીતે મજબૂત બનાવી રહી છે. અમારા લગભગ 35 ટકા રિટેલ આઉટલેટ્સ ગ્રામીણ વિસ્તારોમાં હોવાથી અમે મોબિલિટી વધારવામાં તથા વેપારને ઉત્તેજન આપતા નવા શહેરી કેન્દ્રોને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં માનીએ છીએ. સ્થાનિક બજારોમાં વેચાતી અમારી પ્રોડક્ટ્સનો સ્થિર ગતિએ વધી રહેલો હિસ્સો અને અમારા સંસ્થાકીય વેપારમાં વાર્ષિક ધોરણે જોવાયેલી વૃદ્ધિ આપણા દેશ માટે એક મજબૂત એનર્જી પાર્ટનર તરીકે નયારા એનર્જીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.”
એકંદરે નયારા એનર્જીની કામગીરી ભારતના ઊર્જા ક્ષેત્રે એક મહત્વની કંપની તરીકેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે જે દેશના રિફાઇનિંગ આઉટપુટ તેમજ આર્થિક આકાંક્ષાઓમાં મહત્વપૂર્ણ રીતે યોગદાન આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech