નયારા એનર્જીએ તેની મોબાઇલ હેલ્થ સર્વિસ લોન્ચ કરીને કમ્યૂનિટી હેલ્થકેરને મજબૂત બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સર્વિસનું નયારા એનર્જીના ચેરમેન પ્રસાદ પાનિકર, અમર કુમાર (હેડ, રિફાઇનરી) તથા રિફાઇનરી લીડરશિપ ટીમ (આરએલટી)ના સભ્યો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતરિયાળ અને સુવિધાઓથી વંચિત સમુદાયોને જરૂરી એવી પ્રાથમિક હેલ્થકેર સેવાઓ પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે જે હેલ્થકેરના મહત્વના અંતરને પૂરે છે અને ગ્રામીણ લોકો માટે મેડિકલ સુવિધાઓની સમાન પહોંચ સુનિશ્ચિત કરે છે. મોબાઇલ હેલ્થ સર્વિસ નયારા એનર્જીના ઓપરેશનલ એરિયામાં અને તેની ફરતે 50,000થી વધુ લોકો સુધી પહોંચે તેવી સંભાવના છે જે નિવારાત્મક સંભાળ, આરોગ્યની જાગૃતતા તથા બીમારીના વહેલા નિદાનને મહત્વનો ટેકો પૂરો પાડશે.
આ ઉપરાંત, જામનગરમાં ડિસ્ટ્રીક્ય ટ્યૂબરક્યુલોસિસ સેનટ્ર (ડીટીસી) ખાતે અપગ્રેડ કરવામાં આવેલી કમ્પ્યૂટરાઇઝ્ડ રેડિયોગ્રાફી ફેસિલિટી પણ ખુલ્લી મૂકવામાં આવી હતી જે નિદાનની ક્ષમતાઓને નોંધપાત્ર વધારે છે. આ કાર્યક્રમમાં ટીબી ફિલ્ડ સ્ટાફ માટે પેશન્ટ મોનિટરિંગ અને ડેટા મેનેજમેન્ટને સરળ બનાવવા માટે એક ટ્રુનેટ મશીન, ચાર એલએક્સ 400 એલઈડી માઇક્રોસ્કોપ અને 27 એન્ડ્રોઇડ ટેબ્લેટ્સ સહિત આધુનિક ડાયગ્નોસ્ટિક ટૂલ્સ પણ સુપરત કરવામાં આવ્યા હતા.
ટીબીને નાથવા માટે નયારા એનર્જીના પ્રયાસોની સરાહના કરતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ બાબતોના માનનીય પ્રધાન ઋષિકેશ પટેલે 7 ડિસેમ્બર, 2024ના રોજ પ્રશસ્તિપત્ર એનાયત કર્યું હતું. આ સન્માન 7,000થી વધુ ટીબી દર્દીઓને 12,000થી વધુ ન્યૂટ્રિશન કિટ્સના વિતરણને દર્શાવે છે જેના પગલે જામનગરમાં ટીબીના કેસોમાં નોંધપાત્ર 40 ટકાનો ઘટાડો થયો છે. ટીબી હસ્તક્ષેપ ઉપરાંત નયારા એનર્જી વ્યાપક હેલ્થકેર જરૂરિયાતો પૂરી પાડવા માટે જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ અને ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાયાકલ્પને પણ ટેકો આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીએ મહાકુંભમાં મહાપ્રસાદ બનાવી શ્રદ્ધાળુઓને પીરસ્યો, સંગમમાં લગાવશે ડૂબકી, જુઓ વીડિયો
January 21, 2025 04:01 PMહિમોફિલિયાના દર્દીઓને ગુજરાત સરકાર આપી રહી છે નિઃશુલ્ક સારવાર, જાણો કેટલા દર્દીઓએ લાભ લીધો
January 21, 2025 03:54 PMદેશમાં આધાર ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન ૧૦૦ કરોડને પાર, પાંચ મહિનામાં આંકડો બમણો થયો
January 21, 2025 03:36 PMજેતપુર શહેરમાં બપોરે ભેદી ધડાકા સંભળાતા લોકો ઘર બહાર દોડી ગયા
January 21, 2025 03:23 PM૩ જી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પ્રયાગરાજ કુંભસ્નાન કરશે
January 21, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech