પ્રોબેશનલ ડીવાયએસપી સહિત મહિલા વિભાગની 'શી' ટીમ પણ રાસ-ગરબામાં હિસ્સેદાર બની
જામનગર ના એમ પી શાહ કોમર્સ કોલેજના મેદાનમાં સહિયર નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યા છે, જે નવરાત્રી મહોત્સવ માં ગઈકાલે સાતમા નોરતે જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા, અને સહિયર નવરાત્રી મહોત્સવના આયોજક બહેનોની સાથે સજોડે ગરબે ઘુમ્યા હતા.
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ તેમજ અન્ય પોલીસ વિભાગની અલગ અલગ ટીમ દ્વારા નારી સુરક્ષા તેમજ વ્યસન મુક્તિ સહિતના જુદા જુદા મુદ્દાઓ સાથે નવરાત્રી મહોત્સવમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, જેની સાથે સાથે પોલીસ વિભાગની 'શી' ટીમ પણ જોડાઈ છે, જે સાદા પહેરવેશમાં નવરાત્રી મહોત્સવમાં જોડાય છે અને ગરબે રમતી બાળાઓની સુરક્ષા વ્યવસ્થા પણ જાળવી રહ્યા છે, દરમિયાન ગઈકાલે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પોતાના પત્ની સાથે ગરબે રમ્યા હતા, ઉપરાંત જામનગરના પ્રોબેશનલ ડીવાયએસપી નયના ગોરડીયા તથા અન્ય મહિલા પીએસઆઇ અને અન્ય મહિલા પોલીસ અધિકારીઓની ટીમ પણ જોડાઈ હતી, અને ગરબે રમીને માતાજીના ગુણગાન ગાયા હતા. તેમજ સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech