જામનગરમાં નવરાત્રી મહોત્સવમાં ડ્રગ્સ-સાયબર ક્રાઇમ બાબતે જાગૃતીનો નવતર પ્રયોગ

  • October 10, 2024 12:13 PM 

પંચકોશી-એ તથા સી-ટીમ અને સાયબર પોલીસ દ્વારા લોકોને માહિતી આપી  : અવેરનેશ અંગે નાટક પ્રસ્તુત કર્યુ


જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ તથા ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા, શહેર નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા દ્વારા હાલમાં ચાલી રહેલ નવરાત્રી તહેવાર અનુસંધાને ગરબી પર જઇ સે નો ટુ ડ્રગ તથા સાયબર ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરવા સુચના કરેલ હોય.


જે અન્વયે નવરાત્રી તહેવાર ચાલી રહેલ હોય તા. 8ના રોજ રાત્રીના પંચકોશી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીજડીયા બાયપાસ સમરસ હોસ્ટેલની સામે આવેલ ગ્રીન વીલા પાર્ટી પ્લોટમાં ચાલી રહેલ કુમ કુમ નવરાત્રી મહોત્સવ-2024 તથા ખીજડીયા બાયપાસ જય માતાજી હોટલની સામે આવેલ રોયલ રિસોર્ટ પાર્ટી પ્લોટ અને રાધે ક્રિષ્ણ રાસોત્સવ ખાતે ચાલી રહેલ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાથી ગરબા રમવા માટે મોટી જનમેદની આવેલ હોય તેઓની સાથે વાતચીત કરી સે નો ટુ ડ્રગ તથા સાયબર ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરવા માટે તેઓની વચ્ચે જઇને નો ડ્રગ્સ કાર્યક્રમ અન્વયે પેમ્પલેટ તથા બેનર સાથે ખેલૈયાઓની સાથે ગરબા રમી લોકોને ડ્રગ્સ બાબતે જાગૃત કરી તેમજ આ નવરાત્રી મહોત્સવમાં આવેલ લોકોને સે નો ડ્રગ્સ બાબતે સંકલ્પ લેવડાવી તેમજ તેઓને પોતાના સ્નેહીજનો પણ આ ડ્રગ્સ બાબતે અવગત કરવા અને ક્રાઇમને લગત થતા ફ્રોડ છેતરપીંડીથી બચી શકાય.


જે બાબતે લોકોને જાણકારી આપવા માટે સમજ કરવામાં આવેલ તથા સાયબર ક્રાઇમને લગત થતા ફ્રોડ છેતડી બાબતે લોકોને જાગૃત કરવા નાનાકડી સ્ક્રીપ્ટ સાયબર અવેરનેશ અંતર્ગત નાટક પ્રસ્તુત કરી કઇ રીતે સાયબર ક્રાઇમ ફ્રોડ/છેતરપીંડીથી બચી શકાય એ માટે નવતર જાગૃતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડીવાયએસપી નયના ગોરડીયા, પંચ-એના પીઆઇ એમ.એન. શેખ, પીએસઆઇ ગોહીલ, પીએસઆઇ પરમાર, સ્ટાફ અને સી-ટીમ જોડાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application