જિલ્લા-તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવરાત્રી રાસોત્સવ યોજાયો

  • October 08, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્મચારીઓ માટેનું સૌથી મોટુ સંગઠન એટલે પ્રાથમિક શિક્ષક સંઘ. સૌથી શક્તિશાળી અને જાગૃત અને સંગઠિત સંગઠન એટલે માતૃ સંઘ પ્રાથમિક શિક્ષક સંઘ -જેના નેજા હેઠળ પ્રાથમિક શિક્ષકોના હજારો પ્રશ્નો સોલ્વ થયાં છે અને હજુ પેન્ડિંગ પ્રશ્નો માટે આ સંઘ લડત અને આંદોલનો આપેછે.બાળકોને ગુણાવત્તાલક્ષી શિક્ષણ મળે તેવા પણ પ્રયત્નો સંઘ કરે છે.


સાથે સાથે શિક્ષકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટો તથા વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ સંઘ દ્વારા થાય છે. એ અનુસંધાને ગુજરાતનો મુખ્ય તહેવાર એટલે નવરાત્રી.  જેની ઉજવળી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને કલ્યાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક દિવસીય નવરાત્રી રોસોત્સવ નું આયોજન શિક્ષક પરિવાર માટે ભાટિયા મુકામે કરવામાં આવેલ.


તાલુકા અને જિલ્લા માંથી આશરે 800 થી વધારે શિક્ષક પરિવારે આ રાસોત્સવ મા ભાગ લીધો હતો. આ રાસોત્સવ મા સંઘના આમંત્રણને માન આપીને  જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લુણાભા સુમણિયા, કલ્યાણપુર મામલતદાર રામભાઈ સુવા, પોલીસ ઇન્સ્પેક્ટર રાજવી સાહેબ, psi ઝાલા, અખેડ મેડમ, જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ આંબલીયા, ભાટિયા ગામના સરપંચ કેવી ચાવડા તાલુકા શિક્ષણ અધિકારી જીવાભાઈ, પ્રતિષ્ઠિતડોક્ટરો, એન્જીનીયરો ,બેન્ક મેનેજરો, પ્રતિષ્ઠિત આગેવાનો,ચારેય તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યો, બીઆરસી કો ઓર્ડીનેટર મિત્રો,સમગ્ર શિક્ષા અભિયાનના મિત્રો એ હાજરી આપી હતી.રાસોત્સવમા શ્રેષ્ઠ પ્રદર્શન માટે શિલ્ડ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સૌ શિક્ષકોએ જિલ્લા સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, મહામંત્રી અશોકભાઈ કરમુર, તાલુકા સંઘના પ્રમુખ કરશનભાઇ રાવલિયા અને રવજીભાઈ ડાભી નો આવા સુંદર મજાના આયોજન બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ હાજાભાઈ વાળા અને ડીકે કરમુર દ્વારા થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application