આગામી સપ્તાહમાં ૩ ઓક્ટોબરને ગુરૂવારે આસો સુદ એકમથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગરબે ઘૂમવા માટે ગોરીઓ સજ્જ થઈ રહી છે અને વિવિધ વસ્તુઓની ખરીદી કરી રહી છે તેમાં ખાસ કરીને ચણીયા ચોળીની ખરીદી કરી રહી છે શહેરના વિક્ટોરિયા પાર્ક નજીક અનેક લોકો ફૂટપાથ પર વિવિધ ડિઝાઇન અને વેરાયટીવાળી ચણીયા ચોળીઓનું વેચાણ કરી રહ્યા છે જે રૂપિયા ૫૦૦ થી રૂપિયા ૫૦૦૦ના ભાવે વેચાઈ રહી છે અને હાલમાં તેનું સારું વેચાણ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં હજી વેચાણ વધવાની આશા ચણીયાચોળીના વિક્રેતાઓ રાખી રહ્યા છે.
નવરાત્રી એટલે માતાજીની આરાધના અને ગરબે ઘૂમવાનું પર્વ છે. નવરાત્રિના નવ દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓ, એપાર્ટમેન્ટસ, શેરીઓ તેમજ નવરાત્રિના પ્રોફેશનલ આયોજનમાં ગરબે ઘૂમવા માટે ગોરીઓ સજ્જ થઈ રહી છે. આના માટે યુવતીઓ વિવિધ વસ્તુઓની ખરીદી કરી રહી છે જેમાં ખાસ કરીને વિવિધ પ્રકારની ડિઝાઇનો વાળી અને મનમોહક રંગો વાળી ચણીયા ચોળીઓ નો ખાસ સમાવેશ થાય છે. ચણીયાચોળીનું વેચાણ ભાવનગરમાં કાપડના વેપારીઓને ત્યાં થઈ રહ્યું છે જેમાં રૂપિયા ૫૦૦થી લઈ રૂપિયા ૮ થી ૧૦ હજારની ચણિયાચોળી વેચાઈ રહી છે. આવી ચણિયાચોળી દરેકને પોસાઈ શકે તેમ ન હોય અનેક યુવતીઓ ફેરિયાઓ અને જાહેરમાં વેચાણ કરનારાઓ પાસેથી ખરીદી રહી છે. ભાવનગર શહેરના વિક્ટોરિયાપાર્ક નજીક અને રૂપાણી પાસે અનેક લોકો દ્વારા થોડા દિવસથી વિવિધ પ્રકારની અને મનમોહક જુદા જુદા રંગોની ચણીયાચોળીઓનું વેચાણ થઈ રહ્યું છે. નવરાત્રિ નજીક આવી રહી છે આથી ગોરીઓ ગરબે ઘુમવા સજ્જ થઈ રહી છે.ગરબે ઘુમવા માટે ખાસ કરીને ચણીયાચોળીનું ચલણ વધ્યું છે.આથી ચણીયા ચોળીની ખરીદી કરી રહી છે. ચણીયાચોળીની વિવિધ વેરાયટીઓ વિક્રેતાઓ રાખી રહ્યા છે.જેમાં બાંધણી,અજરખ પ્રિન્ટ, બાટિક ,આહીર વર્ક, મશરૂ, મિરર વર્કવાળી વગેરેનો સમાવેશ થાય છે.જે રૂ.૫૦૦થી ૫૦૦૦ના ભાવે વેચાઈ રહી છે. હાલમાં ચણીયા ચોળીનું વેચાણ સારા પ્રમાણમાં થઈ રહયુ છે અને આગામી દિવસોમાં હજી વેચાણ વધવાની આશા વિક્રેતાઓએ દર્શાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech