થળસર ગામે મહિલા ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઇ

  • August 21, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  ભાવનગરના થળસર ગામે આવેલ બૂટ ભવાની માતાજીના મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમનો ૮૪ મહિલા ખેડૂતોએ લાભ લીધો હતો.  
 આ તાલીમમાં આત્માના પ્રોજેકટ ડાયરેકટર જે. એન. પરમાર દ્વારા પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ, તેનુ મહત્વ, ખેતી, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે આત્માના  દિલીપભાઇ કુવાડીયા દ્વારા આત્મા પ્રોજેક્ટની વિવિધ કિસાન કલ્યાણની પ્રવૃતિઓ અને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
  ભાવનગર તાલુકાના પ્રાકૃતિક કૃષિના સંયોજક  ગોવિંદભાઇ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પધ્ધતિ, પાક મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાપન અંગે સુંદર માહિતી આપી હતી. નિવૃત ખેતી મદદનીશ અજીતસિંહ ગોહિલ દ્વારા ઉપસ્થિત રહેલા તમામ મહિલા ખેડૂતોને તાલીમની ઉપયોગીતા અને તેના લાભ વિશે માહિતી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application