કોલકાતાની મહિલા ડોકટરના બળાત્કાર–હત્યા કેસના વિરોધમાં આજથી ડોકટરોની ૨૪ કલાકની દેશવ્યાપી હડતાળ શ થઈ ગઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) દ્રારા જાણકારી આપવામાં આવી છે. આઈએમએના જણાવ્યા મુજબ હડતાલ દરમિયાન કોઈ નિયમિત ઓપીડી, વૈકલ્પિક સર્જરી થશે નહીં. તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને ૨૪ કલાકના વિરોધ દરમિયાન ઘાયલોની સંભાળ રાખવામાં આવશે.
આ ઘટનાને લઈને તબીબો ૨૪ કલાકની હડતાળ પર જવાની જાહેરાતની સાથે આઈએમએએ પણ પાંચ માંગણીઓ આગળ ધરી છે. આમાં મુખ્યત્વે નિવાસી ડોકટરોના કામકાજ અને રહેવાની સ્થિતિમાં વ્યાપક ફેરફારોની માંગ અને કાર્યસ્થળો પર આરોગ્ય વ્યવસાયિકો સામેની હિંસા રોકવા માટે કેન્દ્રીય કાયદાનો સમાવેશ થાય છે. આ ઘટનાના વિરોધમાં, ગઈકાલે તમિલનાડુના તિનેલવેલીમાં સેંકડો ડોકટરોએ મીણબત્તીઓ પ્રગટાવીને વિરોધ કર્યેા. ઈન્દોરના તબીબોમાં પણ રોષ જોવા મળ્યો હતો. અહીં પણ ગઈકાલે ડોકટરો અને નસિગ સ્ટાફે કેન્ડલ માર્ચ કાઢી હતી. દેશના તમામ રાયોમાં આવા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
બીજી તરફ કોલકાતા પોલીસ ફરી એકવાર સવાલમાં છે. અહીંના ડોકટરોએ આરજી કાર હોસ્પિટલમાં વિરોધ દરમિયાન તેમના પર થયેલા હત્પમલા અને તોડફોડની ધીમી તપાસનો આરોપ લગાવ્યો છે. ૧૪ ઓગસ્ટના રોજ, આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોકટરો પર હિંસક હત્પમલા થયા હતા. આ બધા વચ્ચે આ મામલે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર પણ હત્પમલાઓ તેજ થઈ ગયા છે. ઓડિશાના આરોગ્ય મંત્રી મુકેશ મહાલિંગે આ ઘટનાની નિંદા કરી અને તેને પશ્ચિમ બંગાળમાં મમતા બેનજીર્ની સરકારની નિષ્ફળતા ગણાવી. આ સિવાય બીજેપી પણ મમતા બેનર્જી સરકાર પર સતત સવાલો ઉઠાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMઅમદાવાદમાં વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, માવઠાની આગાહી
December 26, 2024 08:27 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર નિવારણ
December 26, 2024 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech