રાજય કાનુની સેવા સત્તા મંડળ, હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા તા.૧૪ને શનિવારના રોજ રાજકોટ જિલ્લા મથક સહિત જિલ્લામાં તાલુકા મથકની તમામ અદાલતોમાં રાષ્ટ્ર્રીય મેગા લોક–અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.સદર લોક–અદાલત અન્વયે કોર્ટમાં દાખલ થયેલા અને દાખલ થાય તે પહેલાં (પ્રિલિટિગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે.આ લોક–અદાલતમાં ફોજદારી સમાધાનલાયક કેસો જેવા કે ચેક રિટર્ન , બેન્ક લેણા, મોટર અકસ્માત વળતર, લવિષયક, જમીન સંપાદન, ઈલેકટ્રીસીટી તથા પાણીના બિલો , રેવન્યુ , દિવાની પ્રકારના ભાડા, સુખાધિકારના, મનાઈ હત્પકમના અને કરાર પાલનના દાવા તેમજ અન્ય સમાધાનલાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે. આ ઉપરાંત સીસીટીવી કંટ્રોલમ, દ્રારા ટ્રાફીક નિયમનો ભગં કરતા વાહન ચાલકોને મોટર વ્હીકલ એકટ મુજબ આપવામાં આવતા ઈ–ચલણના નાણાની ચુકવણી કરવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કોર્ટ કાર્યવાહી થશે નહી.
આ અંગે રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન પ્રિન્સિપલ ડિસ્ટિ્રકટ જજ વી.બી.ગોહીલે કોર્ટ કેસ ચાલુ હોય તેવા તમામ પક્ષકારોને અનુરોધ કર્યેા છે કે, બન્ને પક્ષકારો તેઓના કેસ લોક અદાલતમાં મુકી નિર્ણિત કરવામાં આવે તે બંને પક્ષકારોને લાભકર્તા છે, બંને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે. પક્ષકારોની સમજણ તથા સમજુતીથી નિકાલ થયેલ હોય અપીલ થતી નથી, ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. આથી લોક–અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા અનુરોધ કર્યેા છે. જેમાં તારીખ ૧૪ સપ્ટેમ્બરે પણ જે પક્ષકારો પોતાનો કેસ લોક–અદાલતમાં મુકવા માંગતા હોય, તેઓ વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી અથવા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, રાજકોટનો અને તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી સમાધાનની કાર્યવાહી હાથ ધરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન રોયલ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું, 14 વર્ષના વૈભવે 35 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
April 28, 2025 11:18 PMRTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ
April 28, 2025 10:10 PMકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech