જો થિયેટર માં મૂવી જોવાનું ગમતું હોય, તો એક ખુશખબર છે. હવે 99 રૂપિયામાં કોઈપણ ફિલ્મની ટિકિટ ખરીદી શકો છો. આ ઑફર હેઠળ PVR હોય કે સિનેપોલિસ દરેક જગ્યાએ જે મૂવી ટિકિટ 300-400 રૂપિયામાં ઉપલબ્ધ હતી તે મળશે માત્ર 99 રૂપિયામાં. 20 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે લગભગ તમામ થિયેટર તેમના ગ્રાહકોને ટિકિટ બુકિંગ પર આ ઑફર આપશે.
99 રૂપિયામાં મૂવી ટિકિટ બુક કરવા માટે BOOKMYSHOW, PVR સિનેમા, Paytm, INOX, CINEPOLIS, CARNIVALનો ઑનલાઇન ઉપયોગ કરી શકો છો. આ પ્લેટફોર્મ્સ પર ઑફર્સ જોઇ શકાશે.
જાણો કેવી રીતે મેળવવી ઓફર
સૌથી પહેલા એપમાં જઈને લોકેશન સિલેક્ટ કરવાનું રહેશે. આ પછી ફિલ્મ પસંદ કરો અને તારીખમાં માત્ર 20 સપ્ટેમ્બર પસંદ કરો. આ પછી બુક ટિકિટ ઓપ્શન પર ક્લિક કરો. હવે સીટ પસંદ કરો અને પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો. પેમેન્ટ કર્યા બાદ સીટ બુક થઈ જશે.
જો ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો તો ફિલ્મની ટિકિટ માત્ર 99 રૂપિયામાં મળશે પરંતુ વધારાનો ચાર્જ થિયેટર પ્રમાણે જ ચૂકવવાનો રહેશે.
99 રૂપિયાની ઑફલાઇન મૂવી ટિકિટ કેવી રીતે મેળવવી?
જો ઑફલાઇન રૂ. 99માં મૂવી ટિકિટ ખરીદવા માંગો છો, તો સિનેમા ડે પર નજીકના મૂવી થિયેટર માં જાઓ. ત્યાં ટિકિટ કાઉન્ટર પર જાઓ, સીટ અને સમય જણાવો અને ટિકિટ બુક કરો.
ઑફર્સ ક્યાં ઉપલબ્ધ હશે?
આ ઑફર PVR, INOX, CINEPOLIS, CARNIVAL, MIRAJ, CITY PRIDE, ASIAN, MUKTA A2, MOVIE TIME, WAVE, M2K, DELITE અને બીજા ઘણા મૂવી થિયેટર પર ઉપલબ્ધ છે. જો કે આ થિયેટરોના નિયમો અને શરતો પર પણ નિર્ભર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech