મિત્રતા એક ખાસ સંબંધ છે. જે વિશ્વાસ, સમજણ અને પરસ્પર સ્નેહ પર આધારિત છે. લોહીનો કોઈ સંબંધ ન હોવા છતાં મિત્રો આપણા પરિવારના સભ્યો જેવા છે. નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે અને તેનો ઈતિહાસ શું છે?
દરેક વ્યક્તિના જીવનમાં મિત્રતા મહત્વપૂર્ણ છે. આ દિવસને ખાસ બનાવવા માટે દર વર્ષે 8મી જૂનના રોજ નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. મિત્રતાના અમૂલ્ય બંધન અને મિત્રોના મહત્વને માન આપવા માટે આ દિવસની ઉજવણી મિત્રો સાથે ખુશીઓ વહેંચવા અને યાદોને સાચવવા માટે કરવામાં આવે છે.
ઇતિહાસ
નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડેની શરૂઆત વર્ષ 1935માં થઈ હતી. 1935માં લેને કેલ્વિને યુએસ કોંગ્રેસ સમક્ષ 8 જૂનને રાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ આ પ્રસ્તાવને ઔપચારિક રીતે સ્વીકારવામાં આવ્યો ન હતો.
1998 માં યુએસ કોંગ્રેસે 8 જૂનને નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે તરીકે માન્યતા આપી હતી. આમાં ભારત પણ સામેલ છે. ત્યારથી આ દિવસની ઉજવણી શરૂ થઈ અને હવે તેને નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ખાસ બનાવવા માટે લોકો આખો દિવસ પોતાના મિત્રો સાથે વિતાવે છે.
આ દિવસની ઉજવણી કરવા માટે, એક શુભેચ્છા કાર્ડ બનાવી શકો છો અને તેને મિત્રોને આપી શકો છો. આ સિવાય તેમને તેમની પસંદગીની કોઈપણ ગિફ્ટ આપી શકો છો. એટલું જ નહીં મિત્રો સાથે આખો દિવસ સાથે રહીને પણ તેને ઉજવી શકો છો અને તેમની સાથે કોઈ સારી જગ્યાએ જઈ શકો છો.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો
મિત્રો સાથે મૂવી જોવા પણ જઈ શકો છો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મિત્ર માટે પોસ્ટ પણ શેર કરી શકો છો. નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે એ મિત્રતાના સુંદર સંબંધને ઉજવવાની એક શ્રેષ્ઠ તક છે. આ દિવસને યાદગાર બનાવવા માટે મિત્રો સાથે કંઈક નવીન પ્રવૃત્તિ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech