નર્મદા વહેશે જમીનથી ૩૦ મીટર નીચે દેશને મળશે સૌથી લાંબી સિંચાઈ ટનલ

  • March 18, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાકૌશલના કટની જિલ્લામાં નર્મદાના પાણીના પ્રવાહને ભૂગર્ભમાં ૧૨ કિમી સુધી લઈ જવાની ચાલી રહેલી કવાયત હવે ફળશે. જમીનથી ૩૦ મીટર નીચે બનાવવામાં આવી રહેલી દેશની સૌથી લાંબી ભૂગર્ભ સિંચાઈ ટનલનું પાણી જબલપુરથી રીવા સુધીના ચાર જિલ્લાઓમાં લગભગ ૨.૫ લાખ હેકટર જમીનને સિંચાઈ પૂરી પડશે. બે દાયકાથી ચાલી રહેલા પ્રોજેકટનું માત્ર ૧૦ ટકા કામ બાકી છે. નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટીના એકિઝકયુટિવ એન્જિનિયર સહજ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ બાકીનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

કર્ણાટકમાં ૧૯૭૯–૯૦માં બનેલી બાગુર નેવિલ ટનલ દેશની સૌથી લાંબી પાણીની ટનલ છે, તે ૯.૭ કિમી લાંબી અને ૭૫–૨૦૦ ફટ ઐંડી છે. રાજસ્થાનના પરવણ ડેમમાંથી નીકળતી પાણીની ટનલ ૮.૭ કિલોમીટર લાંબી અને ૮ મીટર પહોળી છે.આ ટનલ નર્મદાના બરગી પ્રોજેકટનો એક ભાગ છે. સ્લીમનાબાદ કેનાલ પ્રોજેકટની મધ્યમાં છે. તેના રહેઠાણને બચાવવા માટે ૨૦૦૧માં કેનાલને બદલે ટનલ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ટનલનો એક છેડો સ્લીમનાબાદને અડીને આવેલા સલૈયા ગેટ તરફ છે અને બીજો કટની શહેરને અડીને આવેલા ખિરહાનીમાં છે. બાંધકામ ૨૦૦૮ માં શરૂ થયું, જયારે ટેન્ડર ૭૯૯ કરોડ રૂપિયા હતું. હવે તેની કિંમત વધીને ૧૩૦૦ કરોડ પિયાની નજીક પહોંચી ગઈ છે.જમ્મુમાં સુરંગ બનાવતી વિદેશી ભારે મશીનો સ્લીમનાબાદના ભૂગર્ભ સખત ખડકો સામે લાચાર બની રહી છે. અત્યાર સુધીમાં ડાઉન સ્ટ્રીમમાં ૫૫૦૦ મીટર અને અપ સ્ટ્રીમમાં ૪૯૬૮ મીટર ખોદકામ કરવામાં આવ્યું છે. ૧૫૦૦ મીટરનું કામ બાકી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application