વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે બપોરે દ્રારકા થી રાજકોટ આવી પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતનાઓએ તેમનું સ્વાગત કયુ હતું. રોડ શોમાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી અને વડાપ્રધાનનું અંતરના ઉમળકા થી સ્વાગત કયુ હતું. રોડ શોના સમગ્ર ટ પર બિલ્ડીંગોમાં પણ લોકો મોટી સંખ્યામાં વડાપ્રધાનની ઝલક મેળવવા તડકામાં ઉભા રહ્યા હતા. રાજકોટને એઈમ્સની ભેટ આપનાર વડાપ્રધાનને એઈમ્સની પ્રતિકૃતિ સમાન બે ગિટ આપવામાં આવી હતી. કેન્દ્ર અને રાય સરકારના મંત્રીઓ ધારાસભ્યો સંસદ સભ્યો મુખ્ય સચિવ થી માંડી ટોચના અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આયુર્વેદની પ્રેકિટસ ચાલુ રાખજો, બોઘરાને સૂચન
ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડોકટર ભરતભાઈ બોઘરા એરપોર્ટ પર વડાપ્રધાનને મળ્યા ત્યારે વડાપ્રધાને પરવાડિયા હોસ્પિટલ નું કામ કેવું ચાલે છે ?તેવો સવાલ કરીને જણાવ્યું હતું કે તમે આયુર્વેદની પ્રેકિટસ કરો છો કે નહીં ?જો ન કરતા હો તો ચાલુ રાખજો
બાવળિયા સાથે માત્ર પાણીની ચર્ચા કરી?
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્રારકા જિલ્લાના પ્રભારી મંત્રી છે અને રાજકોટ ખાતેના કાર્યક્રમમાં તે કદાચ નહીં ઉપસ્થિત રહે તેવી વાતો હતી. પરંતુ બાવળિયા ગઈકાલે રાજકોટમાં હાજર હતા એટલું જ નહીં વડાપ્રધાન સાથે અલગથી થોડી મિનિટો માટે વાતચીત પણ કરી હતી. રાજકીય નિરીક્ષકો આ બાબતને મહત્વની ગણે છે પરંતુ બાવળિયા ને યારે આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ખાસ કોઈ મહત્વની ચર્ચા થઈ નથી, માત્ર પાણીને લગતી વાતો થઈ છે.
ટીમ ભાજપ–મુકેશ દોશીને અભિનંદન
વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમને ધ્યાનમાં રાખી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી દ્રારા ગત તારીખ ૧૦ થી ગઈકાલ સુધી ૧૦૦ થી વધુ મીટીંગો યોજી હતી. ગઈકાલે વડાપ્રધાન નિર્ધારિત કાર્યક્રમ કરતા મોડા પહોંચ્યા હોવા છતાં ઓડિયન્સમાં સૌ કોઈ બેઠા રહ્યા હતા. આ બાબતની વડાપ્રધાને ભરપેટ પ્રશંસા કરીને પ્રમુખ મુકેશભાઈ દોશી અને શહેર ભાજપની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.
કોઈ સાથે મારામારી કરી છે કે શું? વડાપ્રધાનનો રવિ ગોંડલિયાને સવાલ
રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી રવિભાઈ ગોંડલીયા ને થોડા સમય પહેલા અકસ્માતમાં ઈજા થવાથી હાથે પાટો બાંધ્યો હતો. આ જોઈને વડાપ્રધાને હળવા મૂડમાં પૂછયું હતું કે શું કોઈ સાથે મારામારી થઈ છે? આ પાટો શેનો બાંધ્યો છે ?જવાબમાં ગોંડલીયા એ કહ્યું હતું કે અકસ્માતમાં ઇજા થવાથી પાટો બાંધ્યો છે કોઈ સાથે મારામારી થઈ નથી.
અલ્પેશ ઢોલરિયાની પણ પીઠ થાબડી
ગોંડલ માર્કેટ યાર્ડના રોજબરોજના વહીવટમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા એ વડાપ્રધાનને વાકેફ કરતા વડાપ્રધાન ખુશ થયા હતા અને તેની પીઠ થાબડી હતી.
વડાપ્રધાનની એક ઝલક માટે ધાબાઓ પર પણ ભીડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ–શોમાં એરપોર્ટથી સભાના સ્થળ સુધીના રૂટ પર આવતા બિલ્ડીંગોની અગાસીઓમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉનાળાની ગરમીમાં ઉભા રહ્યા હતા અને વડાપ્રધાનની એક ઝલક જોવા માટે તલપાપડ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં યુવાનનું સિનેમામાં જ હાર્ટએટેકથી મૃત્યુ
May 21, 2025 01:53 PMધ ગ્રાન્ડ ચેતના ડાઇનીંગ હોલમાં રસમાંથી વંદો નિકળતા ૧૦ હજારનો દંડ
May 21, 2025 01:49 PMવિભાપર નજીક સાત ધાર્મિક બાંધકામનું મોડીરાત્રે ડીમોલીશન
May 21, 2025 01:45 PMજામનગરમાં નદી કાંઠે ખડકાયેલા ૯૪ બાંધકામો પર બુલડોઝર
May 21, 2025 01:37 PMશુક્રવારથી ત્રણ દિવસ ભારે પવન સાથે હાલારમાં વરસાદની આગાહી
May 21, 2025 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech