વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્રણ દિવસ સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શ થતી ગ્લોબલ એનર્જી સમીટ નું ઉદઘાટન કરશે આ સમીટ સાથે એકસપોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યારે સંભવિત કાર્યક્રમ મુજબ અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના પ્રોજેકટનું લોકાર્પણ કરશે ઉપરાંત ગિટ સિટીમાં પણ તેમના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેમના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બરે મોદી સેવા સેતુ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેઓ પાર્ટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં તા.૧૬થી ૧૮સપ્ટેમ્બર દરમિયાન રિન્યૂએબલ એનર્જી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ (આર એન આર રી ઈન્વેસ્ટ) અને એકસપો–૨૦૨૪ યોજાશે.રિન્યૂએબલ એનર્જી સમીટમાં વાઇબ્રન્ટ સમિટની જેમ બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ, સેમિનાર અને ટેકનીકલ બાબતોની જાણકારીની આપ–લે માટે સહિત વિશ્વમાંથી ૧૫ હજારથી ડેલિગેટસ ભાગ લેશે.
રાયના ઊર્જા વિભાગ દ્રારા તેની તૈયારી શ કરી દેવામા આવી છે. મહાત્મા મંદિર ખાતે થયેલા આયોજનમાં કેન્દ્ર સરકારના એનર્જી એન્ડ રિન્યૂએબલ એનર્જી ડિપાર્ટમેન્ટ દ્રારા કરાયુ છે. જેનો હેતુ રિન્યૂએબલ એનર્જી સેકટર સાથે સંકળાયેલા વ્યવસાયિકોને ગ્લોબલ પ્લેટફોર્મ પૂ પાડવાનો છે. આ સમીટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તે સાથે હોટલ લીલા ખાતે ડેલિગેટસને મળે તેવી પણ શકયતા છે.
આ ચોથી રિ–ઇન્વેસ્ટ મીટમાં રાય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ, રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના માધાંતાઓ, રોકાણકારો, સંશોધકો અને પોલિસી મેકર્સ વિગેરે પણ ભાગ લેશે. કેન્દ્રના ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મંત્રી પ્રહલાદ જોશી વિગેરે પણ ઉપસ્થિત રહેશે.
રિન્યૂએબલ એનજીમા સોલાર,પ્રદર્શનનું પણ આયોજન કરાશે. જેમાં રિન્યૂએબલ એનજીર્ને લગતી લેટેસ્ટ ટેકનોલોજી સંશોધનોને લગતી બાબતો અને સમસ્યાઓની નિરાકરણનું નિદર્શન કરાશે. આ ક્ષેત્રે ભારતમાં રોકાણ થાય તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે.
રિન્યૂએબલ એનજીમા ૨૦૨૪માં ભારતે કુલ ૨૦૦ ગીગાવોટ ઉત્પાદનની ક્ષમતા ઉભી કરી છે. ૨૦૩૦ સુધીમાં તેને વધારીને ૫૦૦ ગીગાવોટ કરવા કેન્દ્ર સરકારનું લયાંક છે. જેમાં ગુજરાત અને કચ્છમાં સ્થપાનારા રિન્યૂએબલ એનજીર્ના પ્રોજેકટ મહત્વનો ભાગ ભજવશે.
વિન્ડ, બાયો અને હાયડ્રો એનર્જીિવગેરેનો સમાવેશ થાય છે. એકસ્પો દરમિયાન વર્કશોપમાં ગુજરાતના રિન્યૂએબલ ગુજરાત ઊર્જા વિભાગ આયોજિત એનર્જી સેકટર સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં આ ક્ષેત્રમાં નવી રોકાણની તકો વિશે પણ ચર્ચા કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech