સતાધાર વિવાદમાં રોજ અવનવા મામલા સામે આવી રહ્યા છે ત્યારે આપગીગાના ઓટલાના મહતં નરેન્દ્રબાપુએ વિજયભગતનો ઇતિહાસ ઉજાગર કર્યેા છે, જન્મથી લઈને હાલ સુધીની સમગ્ર લીલા જગજાહેર કરી વિજય ભગતને ૧૨ પ્રશ્નો પૂછીને તેનો જાહેરમાં જવાબ આપવા પડકાર ફેંકયો છે. સાધુ, સંતો, મહંતો અને કડીયા સમાજના અનેક આગેવાનોને વિજય ભગતએ છેતર્યાનો ખુલ્લો આક્ષેપ નરેન્દ્ર બાપુએ કર્યેા છે.
આપા ગીગાના ઓટલાના મહતં નરેન્દ્રબાપુ ગુ જીવરાજબાપુએ સતાધારના વિજયભગતનો ઇતિહાસ જાહેર કરતા જણાવ્યું હતું કે તા.૧–૬–૧૯૬૭ ના રોજ બોરડી મુકામે તેઓનો જન્મ થયો. ત્યારબાદ તેઓને બોરડીની સરકારી પ્રાથમીક શાળામાં દાખલ કરવામાં આવેલ અને પ્રાથમીક એટલે કે ધોરણ ૧ થી ૭ સુધીનો શિક્ષણ બોરડી મુકામે લીધેલ હતુ. જેમાં સતત નપાસ થતા હતા અને શિક્ષકની રહેમ રાહે ચડાવ પાસ થતા હતા. ત્યાર બાદ ૧૯૮૫થી લઇ અને ૧૯૯૩ સુધી એટલે કે ૭ વર્ષ સુધી અમરેલી મુકામે તેમના સગા મોટાભાઇ નીતીનભાઇ ચાવડાના ઘરે રહી અને શિક્ષણ લીધેલ હતુ. યારે ૧૯૯૪થી ૧૯૯૮ સુધી બોરડી મુકામે એટલે કે પોતાના ઘરે રહી અનેક વખત પીએસઆઇની પરીક્ષાઓ આપી હતી. જેમાં દરેક વખતે નાપાસ થયા હતા. ૧૯૯૯થી ૨૦૦૩ સુધી ગાંધીનગર મુકામે તેઓના મોટાભાઈ નીતીનભાઇ ચાવડાના ઘરે હતા. ૧૯૯૭ થી ૧૯૯૮માં રાજકોટની ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજની જાગનાથ ખાતેની બોડીંગમાં અવાર નવાર પરીક્ષાઓ આપવા માટે રાજકોટ આવતા ત્યારે ત્યાં રોકાતા હતા. અમરેલી તેમજ ગાંધીનગર મુકામે તેમના ઉપર હાલમાં થઇ રહ્યા છે તેવા આક્ષેપો થયા હતા.
આપગીગાના ઓટલાના મહતં નરેન્દ્રબાપુએ આક્ષેપો કરતા ઉમેયુ હતું કે વિજય ભગત યુકિતપૂર્વક સતાધારની જગ્યામાં પ્રવેશ્યા હતા જેમાં ૨૦૦૩ થી ૨૦૦૪ દરમ્યાન સતાધારની આજુબાજુમાં કઇ કઇ જગ્યાઓ આવેલ છે તેમાં કડીયા સમાજના કયા પ્રકારના લોકો કઇ જગ્યામાં આવે છે. સતાધારધામના ભલા અને ભોળા મહતં જીવરાજબાપુ ગુ શામજીબાપુ કઇ જગ્યાના સાધુને વધારેમાં વધારે માનપાન આપે છે તેની સંપૂર્ણ તપાસ કરી તેમને પોતાને એવુ લાગ્યુ કે સતાધાર ધામ જગ્યાથી એકદમ નજીક ચાંપરડાધામના મહતં મહારાજ મુકતાનંદબાપુ છે. મુકતાનદં બાપુની જગ્યામાં ડાયરેકટ રીતે પોતાને પ્રવેશ મળશે નહી માટે સતધારધામની નજીકની જગ્યા એટલે કે દિગંમ્બર મહારાજની જગ્યા કે જે બાજુમાં જ ભુતડી ગામ ખાતે આવેલ છે. તે જગ્યામાં જવાની પસંદગી કરવામાં આવી કારણ કે ત્યાં આગળ કડીયા સમાજના આગેવાનો પણ આવતા હતા.ત્યારબાદ ૨૦૦૪ના કુંભ મેળામાં જઇ દિગમ્બર દિક્ષાઓ લઇ સૌપ્રથમ ૨૦૦૪માં દિગમ્બર બાપુના ચેલા એટલે નાગા સાધુ બન્યા.
જો કે ત્યારબાદ પાળવાના થતા નીતિ નિયમોનું યથાયોગ્ય પાલન કયુ ન હતું. તેમના નામ પાછળ તેમના ગુનું નામ લાગે જેમકે વિજયબાપુ ગુ દિગમ્બર મહારાજ પરંતુ એવું બન્યું નહિ ! અને ત્યાંથી ફકત એક જ વર્ષમાં તેઓ સતાધાર પહોંચી ગયા અને પોતાના ગુ બદલી નાખ્યા !!
સતાધાર પહોંચ્યા બાદ પોતે ભણેલા ગણેલા છે અને સતાધારની જગ્યાને લાયક છે તેવું ચિત્ર ઉપસાવી ઇમોશનલ માહોલ રચીને અન્ય સાધુ, સંતો અને મહંતો સુધી આ વાત પહોંચાડી યેનકેન પ્રકારે સતાધાર પહોંચી ગયા તેમ આપા ગીગાના ઓટલાના મહતં નરેન્દ્રબાપુએ અખબારી યાદીના અંતમાં જણાવ્યું હતું.
નરેન્દ્રબાપુએ જાહેર કરેલી વિજય ભગતની તવારીખ
-તા.1-6-1967: બોરડી મુકામે જન્મ.
-1967થી 1984: બોરડી પ્રા.શાળામાં અભ્યાસ.
-1985 થી 1993: અમરેલી ખાતે નીતીનભાઈ ચાવડાના ઘરે અભ્યાસકાળ
-1994 થી 1997:બોરડી મુકામે થી અલગ અલગ વાર આશરે 7 થી 9 વખત પી.એસ.આઇ. તેમજ અન્ય સ્પધર્ત્મિક પરીક્ષાઓ સરકારી નોકરીઓ માટે જેમાં નાપાસ.
-1997થી 1998: રાજકોટ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયાજ્ઞાતી, જાગનાથની બોડીંગમાં અલગ અલગ પ્રકારની પરિક્ષાઓ દેવા માટે આગમન, દરેક પરીક્ષામાં નાપાસ થયેલ.
-1999થી 2003:ગાંધીનગર મુકામે નિતીનભાઇ ચાવડાના ઘરે રહેણાંક.
-2003 થી 2004: સતાધારધામની જગ્યામાં પહોંચવા માટેના યોજના રચી 2004માં સૌપ્રથમ પરમ શ્રધ્ધેય દિગંમ્બર બાપુના આશ્રમમાં પધારમણી કરી
-2005 થી 2025: સતાધારમાં આવી લીલાઓ કરી.
વિજય ભગતને 12 પ્રશ્ર્નો પૂછતાં નરેન્દ્રબાપુ
(1) શું વિજય ભગત સતાધારની જગ્યા પચાવી પાડવા મહંત બન્યા છે ?
(2) સતાધારની જગ્યા સુધી પહોંચવા તેમણે શું શું કર્યું ?
(3) સતાધારના મહંત બનવા અન્ય સાધુ, સંતો, મહંતો, આગેવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે ?
(4) કડીયા સમાજના આગેવાન ધીરૂભાઇ ગોહેલ જૂનાગઢ, બાબુભાઇ વાઘેલા વિસાવદર, ધીરૂભાઇ ચોટીલા જેવા સમાજના આગેવાનો સાથે તેમણે વિશ્વાસઘાત કર્યો નથી ?
(5) વિજય ભગત અને ગીતાબેનમાં ત્રેવડ હોય તો હવે કોઈને લાફો મારી બતાવે !? જડબાતોડ જવાબ મળશે
(6) સતાધાર આવતા સાધુ સંતો મહંતો અને અભ્યાગતોને હેરાન કરવામાં આવતા હતા ?
(7) વિજય ભગતને પૂવર્શ્રિમ દરમિયાન 1987થી 1990માં અમરેલી હાઉસિંગ બોર્ડમાંથી શા માટે ભાગવું પડ્યું હતું ?
(8) 1999થી 2003 દરમિયાન ક્યાં નોકરી કરતા હતા અને કોની સાથે સંબંધો હતા ?
(9) શું તેઓ સેવકો અને નાના મોટા સાધુ સંતોનું માઇન્ડ વોશ અને હિપ્નોટીઝમ કરે છે ??!
(10) બીડી પીવાની મનાઈ છે તેવી સતાધારની જગ્યામાં તેઓ ગાંજો પીતા હોય તેવા ફોટા વાયરલ થયા નથી ?
(11) આપાગીગાના વારસદાર તરીકે જેની ઓળખ આપો છો તે કોણ છે ? આપા ગીગા એ તો જીવતા સમાધિ લીધી હતી. સતાધારની જગ્યા ફક્કડ અને વિરક્તની છે, કોઈ વારસદાર ન હોય શકે તે સર્વવિદિત છે છતાં આ મામલે તમારે શું કહેવાનું થાય છે ?
(12) શું તમારૂં વૈજ્ઞાનિક પધ્ધતિથી પરીક્ષણ કરવામાં આવે તો તમે તૈયાર છો ?!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech