પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર રાણાકંડોરણા નજીક ડિવાઇડર વચ્ચે ગટરમાં પડી જતા નંદી ફસાઇ ગયો હતો જેને મહામહેનતે ટ્રાફિક પી.એસ.આઇ. સહિત ટીમ દ્વારા બચાવવામાં આવ્યો હતો.
પોરબંદર જીલ્લાનાં જુદા - જુદા હાઈવે પર દિવાળી, નૂતનવર્ષ તથા સ્કૂલ કોલેજોમાં વેકેશન હોવાથી બહોળી સંખ્યામાં લોકો જોવા લાયક સ્થળોએ ફરવા તેમજ ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે જતાં હોવાથી વાહનોની અવર જવર મોટી સંખ્યામાં થતી જોવા મળે છે.
ત્યારે હાઈવે પર વાહનચાલકો અને રાહદારીઓને પોલીસની મદદની જર પડે તો ત્વરિત મદદપ થવા પોરબંદર અધિક્ષક ભગીરથસિંહ જાડેજા એ ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી.ચૌહાણને સૂચના આપેલ હોય જે સૂચના અનુસાર દરરોજ હાઈવે પર પેટ્રોલીંગ ફરવામાં આવે છે
ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી.ચૌહાણ તથા એ.એસ.આઈ.બી.કે.ઝાલા, ડ્રા.મયુરભાઈ બાલશ તથા ટી.આર.બી.જવાન ભાવિનભાઈ મેઘનાથી,કુલદિપભાઈ સરવૈયા પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાણા કંડોરણા નજીક પહોંચતા એક બળદ સૂતેલી હાલતમાં હોય અને તેની પાસે એક ગરીબ પરિવાર લાચાર મજબૂર હાલતમા બેઠેલ જોવા મળેલ જેથી પોલીસે તરત જ પોતાનું વાહન રોકી પી.એસ.આઈ.ચૌહાણ તથા તેમનો સ્ટાફ તેની પાસે ગયેલ અને તે પરિવારની પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે બળદગાડુ રોકી હાઈવેની સામેની બાજુ બળદોને પાણી પીવડાવવા લઈ ગયેલ અને પાછા આવતા હતા ત્યારે બળદનો એક પગ ડીવાઈડર વચ્ચે આવેલ ગટરમાં પડી જતા બળદ નીચે પડી ગયેલ છે અને અમો ક્યારના મહેનત કરીએ છીએ પણ બળદ ઉભો થતો નથી અને મદદ માટે વાહનચાલકોને રોકીએ છીએ પણ કોઈ મદદ કરવા તૈયાર નથી જેથી પોલીસ સ્ટાફની ટીમે અન્ય વાહનચાલકોને રોકી તેઓની મદદથી બળદને ઉભો કરતા ચાલવા લાગેલ હતો. ત્યારબાદ આ ગરીબ પરિવાર પોલીસનો હૃદયપૂર્વક આભાર માની ખુશ થતા થતા તેમના ગામ રાણાવાવ તરફ જવા રવાના થયેલ હતો..આ ગરીબ પરિવારે પોલીસની આ સરાહનીય કામગીરીની ખૂબ જ પ્રશંસા કરેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech