એલસીબીએ ભેદ ઉકેલ્યો : ૧.૫૫ લાખનો મુદામાલ કબ્જે
ખંભાળીયાના ધરમપુર વાડી વિસ્તારમાં થયેલ ચોરીનો ચાર દિવસમાં એલસીબીએ ભેદ ઉકેલ્યો છે, મહિલા સહિત ત્રણની અટક કરી દોઢ લાખનો મુદમાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા જીલ્લા એસપી નિતેશ પાંડેયએ ખંભાળીયા પોલીસ સ્ટેશનના એ-પાર્ટ કલમ ૩૮૦, ૪૫૪ મુજબનો ગુનો ગત તા. ૧૮-૨ના રોજ ફરીયાદી તથા સાહેદના ઘરેથી ઘરફોડ ચોરી કરી અજાણ્યા ઇસમ ફરાર થયેલ જે વણશોધાયેલ ગુનો શોધી કાઢવા અંગે આપેલ સુચના અને માર્ગદર્શન આધારે એલસીબી પીઆઇ કે.કે. ગોહીલની રાહબરી હેઠળ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, પીએસઆઇ એસ.એમ. ચાંહાણ અને પીએસઆઇ એ.એલ. બરબસીયાની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ લેવલે સીસીટીવી કેમેરા તેમજ નેત્રમ પ્રોજેકટ હેઠળના કેમેરા, હયુમન સોર્સીસથી આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતા ઇસમો તેમજ આજુબાજુ વિસ્તારાં રહેતા ખેતમજુરો વિગેરે રાહદારોને ચેક કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.
વર્કઆઉટ દરમ્યાન એલસીબીના એએસઆઇ સજુભા જાડેજા અને પો.હેડ કોન્સ જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાને સંયુકતમાં બાતમી માહિતી મળેલ કે તેઓ સીસીટીવી ફુટેજમાં જણાયેલ હિરો સ્પ્લેન્ડર મોટર સાઇકલ નં. જીજે૧૦ડીએસ-૩૨૯૬ લઇને શકમંદ એક સ્ત્રી, બે પુરુષો ખંભાળીયા સોની બજારમાં શંકાસ્પદ ગતીવીધી કરતા જોવામાં આવેલ. એલસીબીની ટીમ ખંભાળીયામાં સોની બજારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન મુકેશ અમુ સાડમીયા (ઉ.વ.૨૦) રહે. દિગ્જામ સર્કલ, જામનગર તળાવની પાળે રમકડા વેચનાર તથા ગુલાબનગર સાંઢીયા પુલ નીચે રહેતા પ્રેમજી રાયધન વાઘેલા અને ધ્રોલના લતીપર રોડ પર રહેતી લખી ઉર્ફે લાખુ ઉર્ફે લખુબેન મુકેશ વાઘેલાની અટકાયત કરી હતી, પોલીસે ચાંદીની વીંટી, બુટીના લટકણ-૨, સોનાના બે દાણા, ચાંદીના ચેઇન-૩, સોનાની ૩ બુંટી, ૨ ઓમકાર, ચાંદીના સાંકળા, એક બાઇક, પાના, સુડી, મોબાઇલ અને રોકડા ૬૮ હજાર મળી કુલ ૧.૫૫.૧૫૦નો મુદામાલ જપ્ત કર્યો હતો, શખ્સો વાડી વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી દિવસની ઘરફોડ ચોરીઓ કરતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech