સાત રસ્તા સર્કલ અને સાધના કોલોનીમાં પોલીસ પ્રગટી
જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે રિક્ષા પાર્ક કરીને ચલણી નોટો ના નંબર પર જુગાર રમી રહેલા ત્રણ રીક્ષા ચાલકોને પોલીસે ઝડપી લીધા છે, અને રોકડ રકમ કબ્જે કરી છે. તેમજ સાધના કોલોનીમાં એકી બેકીનો જુગાર રમતા બે શખ્સ ઝપટમાં આવ્યા હતા.
જામનગરમાં સાત રસ્તા સર્કલ પ્રદર્શન ગ્રાઉન્ડના ખૂણા પાસેથી જાહેરમાં ચલણી નોટો ના નંબર ઉપર એકી બેકી નામનો હારજીતનો જુગાર રમી રહેલા સુભાષપરાના સાજીદ અહેમદ બ્લોચ, કિશાનચોકના ભાવેશ ગોરધનભાઈ નંદા, તેમજ રામેશ્ર્વરના કિરીટસિંહ હાજાજી જાડેજા નામના ત્રણ રિક્ષાચાલકોની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રુા. ૧,૨૫૦ની રોકડ રકમ કબજે કરી છે.
આ ઉપરાંત જામનગરના સાધના કોલોની પહેલા ઢાળીયા પાસે ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા હવાઇચોક ભાનુશાળીવાડમાં રહેતા પ્રવિણ ગોરધન કનખરા, નંદનવનપાર્ક ૨માં રહેતા ભરત ઉર્ફે ભીખા વજશી ડાંગરને રોકડ ૨૬૪૦ સાથે સીટી-એ પોલીસે પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech