રાજકોટ નજીક પીપળીયા ગામે ધમધમતી નકલી પ્રાથમિક સ્કૂલમાં દિવસે ને દિવસે નવી શાળાઓના કનેક્શન બહાર આવી રહ્યા છે. જેમાં આજે વધુ પાંચ જેટલી સ્કૂલના નામ બહાર આવ્યા છે. આ દરમિયાન ટ્રેક થયેલા 25 જેટલા બાળકોને આજે પીપળીયા ખાતે આવેલી સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
રાજકોટની ભાગોળે મળી આવેલી નકલી ગૌરી સ્કૂલના પ્રકરણમાં રાજકોટની વધુ પાંચ સ્કૂલ સાથેનું કનેક્શન ખુલ્યું છે. જેમાં ત્રણ સ્કૂલ અને બે હાઇસ્કુલ નો સમાવેશ થયો છે હવે જેની સામે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શિક્ષણ જગતમાં હલચલ મચાવનાર આ ઘટનામાં છેલ્લા છ વર્ષથી ડમી શાળા ધમધમી રહી હતી. જેમાં 29 વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવતા ડમી શાળા કૌભાંડમાં તંત્ર દ્વારા ચાઈલ્ડ ટ્રેકિંગ શરૂ કરવામાં આવી હતું જેમાંથી 25 જેટલા વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા હતા જ્યારે બાકીના 5 વિદ્યાર્થીઓના નામ હજુ સુધી નથી મળ્યાં.
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં આ ડમી સ્કૂલ સાથે કુવાડવા રોડ પર આવેલી અક્ષર સ્કૂલ, રાધાકૃષ્ણ અને નક્ષત્ર સ્કૂલના એલસી મળી આવ્યા હતા. જેને કબજે કરવામાં આવ્યા છે. ડમી શાળા 6 જેટલી દુકાનોમાં ચલાવીને વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. તેમાં એલ.કે.જી લઈ ધોરણ 10 સુધીનો અભ્યાસ શિક્ષણ વિભાગની મંજૂરી વગર જ ચલાવવામાં આવતો હતો.
આ શાળા પરપ્રાંતીય દંપતી સંદીપ તિવારી અને કાત્યાયની તિવારી દ્વારા ચલાવવામાં આવતી હતી.
નકલી સ્કૂલ સામે ફરિયાદ કેવી રીતે કરવી?
નુતન નગર પાસે આવેલી ગૌરી સ્કૂલ નામની નકલી સ્કૂલને ઝડપી લીધા બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા આ શાળા સામે કઈ રીતે ફરિયાદ કરવી તે બાબતે સલાહ લેવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાંધીનગર દોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણમાં મૂંઝવણ એટલા માટે ઊભી થઈ છે કે સ્કૂલની માન્યતા હોય તો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ના નિયમ હેઠળના ભંગ બદલ કાર્યવાહી થઈ શકે જેથી શાળા સંચાલક દંપતિ જે છટકબારી કરવા માંગે છે જેની સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ આ પ્રકરણ બાબતે ગાંધીનગર પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાંચ વિદ્યાર્થીના નામ એક પણ શાળામાં નથી
આ નકલી શાળામાં અભ્યાસ કરતા 43 માંથી 25 બાળકો ટ્રેક થયા છે જ્યારે પાંચ વિદ્યાર્થીઓ એવા છે કે તેમના નામ એક પણ શાળામાં નથી. આ સિવાયના જેટલા બાળકોને શોધવા માટે શિક્ષણ તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સ્કૂલમાંથી રાજકોટની અક્ષર સ્કુલના છ પરિણામ, નક્ષત્ર સ્કૂલના સાત લિવિંગ સર્ટિફિકેટ અને રામકૃષ્ણ સ્કુલના બે પરિણામ મળ્યા છે આ ઉપરાંત રાજકોટ શહેર વિસ્તારમાં આવતી ત્રણ સ્કૂલ અને બે હાઇસ્કુલ ના નામ સામે આવ્યા છે જેની વિગતો શિક્ષણ તંત્ર દ્વારા બે દિવસમાં જાહેર કરવામાં આવશે તેવું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવી એ જણાવ્યું હતું.હાલમાં તો જે વિદ્યાર્થીઓ ત્યાં શિક્ષણ લઈ રહ્યા હતા તેમનું શિક્ષણ બગડે નહીં તે માટે થયેલા 25 વિદ્યાર્થીઓને આજે સરકારી શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech