જામનગરના બે શખ્સ ફરાર : દિ.પ્લોટ-૫૮માં દારુની ૩ બાટલી મળી, શખ્સ રફુચકકર
જામનગર નજીક સરમત પાટીયા પાછળ આર્ય ભગવતી સોસાયટી, બ્લોક નં. ૧૬૧માં ઇંગ્લીશ દારુ રાખ્યો હોવાની બાતમીના આધારે સિકકા પોલીસે દરોડો પાડીને જામનગરના ગોકુલનગરમાં રહેતા શખ્સને ઇંગ્લીશ દારુના ૩૮૪ ચપટા અને મોબાઇલ સાથે પકડી લીધો હતો જેમાં બે શખ્સની સંડોવણી ખુલી હતી, જયારે શહેરના દિ.પ્લોટ-૫૮માંથી ઇંગ્લીશ દારુની ૩ બોટલ કબ્જે લેવાઇ હતી જયારે આરોપી ફરાર થઇ ગયો હતો.
જામનગરના ગોકુલનગર શેરી નં. ૭માં રહેતો સાહીલ ધીરુ સોજીત્રા નામના શખ્સે સરમત પાટીયા પાછળ ભગવતી સોસાયટીમાં મકાને વિદેશી દારુ રાખ્યો હોવાની બાતમી સિકકા પોલીસને મળી હતી જેના આધારે દરોડો પાડીને ઇંગ્લીશ દારુના ૩૮૪ ચપટા કિ. રુા. ૩૮૪૦૦ તથા ૪ હજારની કિંમતનો એક મોબાઇલ સાથે સાહીલને દબોચી લીધો હતો.
તપાસ દરમ્યાન જામનગરના સાંઢીયા પુલ સામે આવેલ સરદારનગર શેરી નં. ૯માં રહેતા સાગર બિપીન ચાવડા અને સાયોના શેરીમાં રહેતા કિશન ઉર્ફે તોતો કોળી આ બંનેની સંડોવણી ખુલી હતી આથી ત્રણેય વિરુઘ્ધ પ્રોહી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરોડાની કાર્યવાહી સિકકા પીએસઆઇ આર.એચ. બાર અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
બીજા દરોડામાં જામનગરના દિ.પ્લોટ ૫૮માં શ્રી રેસીડેન્સી ત્રીજા માળે ફલેટ નં. ૩૦૧માં રહેતા યોગેશ ઉર્ફે યોગલો બાડો કિશોર દામા નામના શખ્સે પોતાના ભોગવટાના ફલેટમાં વિદેશી દારુ વેચાણ અર્થે રાખ્યો છે એવી વિગતોના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડીને ઇંગ્લીશ દારુની ૩ બોટલ કબ્જે લીધી હતી, જયારે આરોપી રફુ ચકકર થઇ ગયો હતો. જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech