ટ્રેનમાંથી નાગપુરના મહિલાનું રોકડ–મોબાઇલ સહિત ૧.૨૦ લાખની મત્તા સાથેનું પર્સ ચોરાયું

  • January 19, 2024 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગપુરના લક્કડગંજમાં રહેતા મહિલા વર્ધાથી દ્રારકા જતા હતાં.ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ટ્રેન ઉપડયા બાદ તેઓ ઉંઘી જતા રાજકોટ રેલવે સ્ટેશને ટ્રેન પહોંચતા તેમનું પર્સ ચોરી થઇ ગયાની જાણ થઇ હતી.આ પર્સમાં .૧.૧૫ લાખની કિંમતનો આઇફોન અને .૫ હજાર રોકડ હતી.જેથી તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી વિગતો મુજબ,નાગપુરના લકકડગંજમાં રહેતા પિંકી અમિતભાઇ થારવાની(ઉ.વ ૪૦) દ્રારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે, તે તા. ૧૫૧ ના રોજ સવારે ૯:૧૫ કલાકે પુરી ઓખા ટ્રેનમાં વર્ધાથી દ્રારકા જવા માટે બેઠા હતાં.દરમિયાન તા.૧૬ ના રાત્રીના ૧૨:૩૦ વાગ્યે ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડયા બાદ તેઓ ઉંઘી ગયા હતાં તે વખતે તેમનું લેડીઝ પર્સ માથા પાસે રાખ્યું હતું.
વહેલી સવારે ૪:૩૬ કલાકે ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશન પર પહોંચતા તેમની ઉંઘ ઉડી ગઇ હતી.દરમિયાન માથા પાસે રાખેલું લેડીઝ પર્સ જોવા મળ્યું ન હતું.જેથી તેમણે કોચમાં પર્સની તલાશ કરી હતી.પણ પર્સ કયાંક જોવા ન મળતા ચોરી થયાનું માલુમ પડયું હતું.આ પર્સમાં તેમના .૧.૧૫ લાખની કિંમતો આઇફોન અને રોકડ .૫ હજાર તથા ડ્રાઇવીંગ લાયસન્સ અને આધારકાર્ડ હોય જેની ચોરી થઇ ગઇ હોવાનું માલુમ પડયું હતું.જે અંગે તેમણે રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application