નગડીયાની મહિલાનું કુવામાં પડી જતા મૃત્યુ

  • June 05, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા લાભુબેન નાથાભાઈ મોઢવાડિયા નામના ૩૫ વર્ષના મહિલા પોતાની વાડીએ આવેલા ખુલ્લા કૂવામાં અકસ્માતે પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પતિ નાથાભાઈ અરભમભાઈ મોઢવાડિયાએ સ્થાનિક પોલીસને કરી છે.
**
નાઘેડીમાં ગળાફાંસો ખાઇ યુવકે જીવાદોરી ટુંકાવી
નાઘેડીના ખાણ વિસ્તારમાં રહેતા એક યુવાને કોઇ કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.નાઘેડી ખાણ વિસ્તાર આંબેડકરનગરમાં રહેતા દિલીપ અરજણભાઇ પરમાર (ઉ.વ.૩૦) નામના યુવાન એકલા હોય ત્યારે ગત તા. ૧ના રુમ બંધ કરી પંખાના હુંકમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, આ બનાવ અંગે દિપકભાઇ પરમારે પંચ-બી પોલીસમાં જાણ કરતા કારણ જાણવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application