મહાશિવરાત્રી મેળામાં ભવના તળેટી ખાતે આવેલ ભારતીય આશ્રમે મેડિકલ કોલેજ, હોસ્પિટલ દ્વારા ત્રણ દિવસ મહારક્તદાન કેમ્પનું આયોજન અને ૪ દિવસ જૂનાગઢના ડો.ચિંતન યાદવની આસ હોસ્પિટલ દ્વારા પ્રામિક સારવાર આરોગ્ય કેન્દ્ર અને રક્તદાન કેમ્પમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો .
આ મહારક્તદાન કેમ્પ અને પ્રામિક સારવાર કેન્દ્રનું દીપ પ્રાગટ્ય ભારતી આશ્રમના મહામંડલેશ્વર. ૧૦૦૮ હરીહરાનંદભારતી બાપુ, લઘુમહંત મહાદેવભારતી બાપુ, અવધેશાનંદભારતી બાપુ, પરમેશ્વરભારતી બાપુ, દિવ્યાનંદભારતી બાપુ, લાભેશ્વરભારતી બાપુ, ડો. ચિંતન યાદવ સહિતના ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનોજભાઈ જોબનપુત્રા, અલ્પેશભાઈ મહેતા, રાજભા ડાભી, કેતન રૂપાપરા, ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી, સંજય બુહેચા, સમીર ઉનડકટ, દિનેશભાઈ રામાણી, બીપીન ઠકરાર, સમીર દવે, દેવાંગ પંડ્યા, કિર્તીભાઈ પોપટ, લલિત ગેરીયા, સુરેશ વાઢીયા, સંજય વાઢેર, ભાર્ગવ દેવમુરારી, સંજય મહેતા, બીપીન ચુડાસમા, સુધીરભાઈ રાજા સહિતના ઉપસ્તિ રહ્યા હતા.
રક્તદાન કેમ્પમાં સૌપ્રમ સંતોએ પોતાના રક્તનું દાન કરીને જીવમાં શિવ છેના સૂત્રને ર્સાક કરેલ હતું. આ સો આસ હોસ્પિટલના ડો. ચિંતન યાદવે રક્તદાન કર્યું હતું તબીબો અને સંતોએ રક્તદાન કરી અનોખી પહેલ કરી હતી. ત્રણ દિવસ દરમિયાન રક્ત દાતાઓને રક્તદાન કરવા ભારતી આશ્રમના લઘુમંત મહાદેવભારતી બાપુ દ્વારા આહવાન કરવામાં આવેલ હતું. આ કેમ્પ ને સફળ બનાવવા સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાંી ડો. તેજસ વૈદ્ય, કમલેશ સૈજુ, કરણ આગઠ, જેનીશ ઘરસંડા, જીતુ દેસાઈ, મિતેશ બારૈયા સહિતની ટીમ કામગીરી કરી રહી છે. પ્રમ દિવસે અંદાજિત ૧૩૮ જેટલા વ્યક્તિઓને પ્રામિક સારવાર આપવામાં આવેલ હતી.
ભવના તળેટી ખાતે ગઈકાલે શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ યો હતો પરંતુ પ્રમ દિવસે ભાવિકો ની પાંખી હાજરી જોવા મળી હતી. તળેટી વિસ્તારમાં પ્રમ દિવસે ટ્રાફિક સર્જાયો ન હતો. માર્ગો પર વાહન પણ સરળતાી નીકળી શકતા હતા અને તળેટી તરફના રસ્તાઓ તરફ લોકોનો પ્રવાસ જોવા મળતો ન હતો. ચાર દિવસના મેળામાં આજે બીજા દિવસી ભાવિકોની સંખ્યા વધશે. આજી તળેટી વિસ્તારમાં અન્ન ક્ષેત્રોમાં ભાવિકોનો ઘસારો જોવા મળશે. આજી ભવના તળેટી વિસ્તારમાં આવેલ વિવિધ ક્ષેત્રોમાં ભોજન પ્રસાદ માટે ભાવિકોમાં વધારો શે અને હરિહર લેવા વિવિધ અન્ન ક્ષેત્રોમાં ભાવિકોની કતારો લાગશે.
જોકે આજે બીજા દિવસે નાગા સાધુઓ પોતાની મુદ્રામાં જોવા મળશે કોઈ જગ્યાએ ગરમ ગરમ ચા તો કોઈ જગ્યાએ ગરમાગરમ રોટલી ,પુરી બનાવતા સાધુઓ જોવા મળશે. કોઈ જટાધારી અવસમાં તો કોઈ ધ્યાન મગ્ન સ્િિતમાં એકાગ્ર યેલા જોવા મળશે જેના દર્શન કરવા લોકો ઉમટી પડશે.
ભવના તળેટી વિસ્તારમાં મંદિર પાછળ દિવ્યાંગ સાધુ દ્વારા ગરમ ગરમ રોટલી ચા બનાવતા નજરે પડે છે નાની વયી લઈ વયો વૃદ્ધ ઉંમરના નાગા સાધુઓ પોતાની અવસમાં શિવ ભક્તિમાં લીન બન્યા છે કોઈ સાધુ ચિલમની ફુકણી તો કોઈ ચાની ચુસકી લેતા નજરે પડી રહ્યા છે આજે બીજા દિવસી તળેટી વિસ્તારમાં શહેરીજનો ઉપરાંત બહારગામી પણ મોટી સંખ્યામાં ભાવિકો તળેટી તરફ પહોંચશે જેી ભજન ભોજન અને ભક્તિનો ત્રિમણી સંગમ સો મહાશિવરાત્રીની રંગત માણતા જોવા મળશે
ભવના વિસ્તારમાં દામોદર કુંડી ભવના મંદિર સુધી વિવિધ સ્ળોએ મહાદેવના મોટા કટ આઉટ લગાડવામાં આવ્યા છે જેને નિહાળી લોકો હર હર મહાદેવનો નાદ ગુંજાવી રહ્યા છે.
મહાશિવરાત્રીના મેળાના પ્રમ દિવસે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા પ્રકૃતિ ધામ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકગાયિકા ગીતાબેન રબારીએ ભક્તિસભર પ્રસ્તુતિઓ આપી જમાવટ કરી હતી. સો લોક સાહિત્યકાર સાઈરામ ભાઈ દવેએ હાસ્યરસી શ્રોતાઓને તરબોળ કર્યા હતાં. આ સો કલાકારોએ મંચ પરી પ્લાસ્ટિક મુક્ત ગિરનારનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે પ્લાસ્ટિક મુક્ત ગીરનાર ીમ પર આયોજિત વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના નિર્ણાયકોનું પણ મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
મેયર ગીતાબેન પરમારે ભાવિકોને મહાશિવરાત્રીના મેળાનો પણ લ્હાવો લેવાની સો પ્લાસ્ટિક ગિરનાર-જૂનાગઢ મુહિમ મા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે હરિ ગીરીજી બાપુ, ઇન્દ્રભારતી બાપુ, કરસનદાસ બાપુ, જિલ્લ ા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લ ા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર ,જિલ્લ ા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, અધિક નિવાસી કલેકટર એન. એફ. ચૌધરી, પ્રાંત અને મેળા અધિકારી ભૂમીબેન કેશવાલા, જિલ્લ ા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ નગરસેવક એભાભાઈ કટારા સહિતના મહાનુભાવો ઉપસ્તિ રહ્યા હતા.
જૂનાગઢ માં મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ યો છે ત્યારે તળેટી વિસ્તારમાં આજી ત્રણ દિવસ સુધી લોકગાયક કીર્તિદાન ગઢવી પરીવાર દ્વારા ત્રીદિવસીય શિવોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવશે
ભવના તળેટીમાં મહાશિવરાત્રીના પાવનકારી પર્વમાં આસોપાલવના ગ્રાઉન્ડમાં તા.૬,૭,૮ માર્ચ ત્રણ દિવસ દરમિયાન શિવોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આજે રાતી નામાંકિત કલાકારોનો સૂરોનો સંગમ ભાવિકોને સાંભળવા મળશે. નામાંકિત કલાકારો ભજન અને લોકસાહિત્ય ની જમાવટ કરશે.
ભવના મંદિરે ધ્વજારોહણ સો મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ યો છે ત્યારે આજી તળેટીમાં વિવિધ અન્ન ક્ષેત્રોમાં હરિહર નો નાદ ગુંજી ઉઠ્યો છે પાર્કિંગ ગ્રાઉન્ડ પાસે ગોંડલ રામજી મંદિર ટ્રસ્ટ સંચાલિત સમાષ્ટિ ભંડારામાં જય સીયારામના નાદ સો ચાર દિવસ સુધી હજારો ભાવિકોને સવાર સાંજ નાસ્તા ઉપરાંત ચોખ્ખા ઘી ી બનેલી મિષ્ટાન અને દરરોજ વિવિધ પ્રકારની વાનગીઓ સો મન ભાવતા ભોજન પીરસવામાં આવી રહ્યા છે. ભોજન ઉપરાંત શરબત ચા ,દૂધ, કોફી પણ આપવામાં આવી રહ્યા છે.
ભવના તળેટીએ ૨૦૦ી વધુ અન્ન ક્ષેત્રોમાં ભાવિકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે ત્યારે ગોંડલ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભવના ગ્રાઉન્ડ પાસે પાર્કિંગ પ્લોટ પર સતત ત્રીજા વર્ષે સમાષ્ટિ ભંડારા અન્ન ક્ષેત્ર કાર્યરત કરવામાં આવ્યું છે. રામજી મંદિરના મહંત જયરામદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકોને સવારે અને સાંજે ગરમાગરમ નાસ્તો અને બપોરે તા રાત્રે દરરોજ અવનવા સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવી રહ્યા છે. અન્ન ક્ષેત્રનું સંચાલન કરતા રાજકોટના મેહુલભાઈ નવાણીના જણાવ્યા મુજબ સદગુરુ રણછોડદાસજી મહારાજના આશીર્વાદી હરિચરણદાસ મહારાજની પ્રેરણાી રામજી મંદિર શિષ્ય પરિવાર દ્વારા સતત ત્રીજા વર્ષે તળેટી ખાતે ભવના ગ્રાઉન્ડ પાર્કિંગ પોઇન્ટ પાસે અન્ન ક્ષેત્ર કાર્યરત કરવામાં આવ્યું છે. સવારી મધરાત સુધી જય સીયારામ ના નાદ સો ભાવિકોને આવકારવામાં આવે છે. પ્રમ દિવસે સવારે નાસ્તામાં બટેટા પૌવા, ભાવનગરી ગાંઠીયા પીરસવામાં આવ્યા હતા.તેમજ ચાર દિવસ સુધી ખાખરા ,ચવાણું, બે જાતના સંભારા, મરચાં, દૂધ ,કોફી, ચા, શરબત પીરસવામાં આવશે. ગત વર્ષે ૩૮,૦૦૦ ી વધુ ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ વર્ષે પણ તેનાી પણ વધુ ભાવિકો ના આગમનનો અંદાજ સેવાઈ રહ્યો છે.
લોહાણા મહાજન દ્વારા મહેન્દ્ર મશ અને ડોલર કોટેચાનું આજે સાંજે સન્માન કરાશે
લોહાણા મહાજન વાડી ખાતે આજે આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર મહેન્દ્રભાઈ મશરૂ અને સતત બીજીવાર ખેતી બેંકના ચેરમેન તરીકે નિયુક્તિ નાર ડોલરભાઈ કોટેચાનું લોહાણા મહાજન સહિતના આગેવાનો દ્વારા સન્માન સમારોહ યોજાશે. લોહાણા મહાજન વાડી ખાતે સમૂહ પોી ભાગવત સપ્તાહ યોજાઈ રહી છે જેમાં આજે સાંજે તાજેતરમાં વિશ્વ લોહાણા મહાપરિષદ દ્વારા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતના હસ્તે મહેન્દ્રભાઈ મશરૂ ને આંતરરાષ્ટ્રીય બેસ્ટ રઘુવંશી ૨૦૨૩નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં ડોલરભાઈ કોટેચાની ખેતી બેંકના ચેરમેન તરીકે ફરીવાર નિયુક્તિ અને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના સભ્ય પદે નિયુક્તિ બદલ બંને મહાનુભવોનું આજે સાંજે લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા મહાજનના વર્તમાન તા પૂર્વ સભ્યો અને મોવડી મંડળના સભ્યોના હસ્તે સન્માનિત કરવામાં આવશે.
પ્રસાદમાં શુદ્ધ ઘીના મોહનાળ, કઢી, ખીચડી સહિતની અવનવી વાનગી
દરરોજ સવારે અને સાંજે ભોજનમાં પણ અવનવી વાનગી આપવામાં આવે છે જેમાં બપોરે વટાણા બટેટાનું શાક રોટલી, ગુંદી ગાંઠીયા સંભારો, આ ઉપરાંત મીઠાઈમાં શુદ્ધ ઘીના મોહનાળ રીંગણા બટેટા, સેવ ટમેટા ઉપરાંત રાત્રે કઢી ,ખીચડી, શાક ,રોટલી છાશ ,પાપડ પીરસવામાં આવે છે. શિવરાત્રીએ માંડવી પાક,૧, ૦૦૦ કિલો ગુલાબ જાંબુ સાંબો, રાજીગરાનીપુરી, ચેવડો ,વેફર પીરસાશે. મહાશિવરાત્રીએ આખો દિવસ ફરાળી વાનગી પીરસવામાં આવે છે જેમાં ભાવિકોને બટેટા વેફર, ફરાળી ચેવડો ચિપ્સ , બદામ વાળું દૂધ, માંડવી પાક રાજીગરાની પુરી ,૧,૦૦૦ કિલો ગુલાબજાંબુ ,પુરી ,સુકી ભાજીભાજી, ૩૦૦ કિલો ફરાળી ચેવડો ,૧૫૦ કિલો વેફર સહિતની ફરાળી વાનગી પીરસવામાં આવશે. ૫૦ ડબ્બા તેલ, ૧૨ ડબ્બા શુદ્ધ ઘી,૧,૫૦૦ કિલો બટેટા ૩૦૦ કિલો ખાંડ, લોટ ,ઘઉં સહિતની ચીજો સોનું અલાયદુ રસોડું. ચાર દિવસ સુધી હજારો ભાવિકોને ભોજન પીરસવા ખાસ અલાયદૂ રસોડું ઊભું કરાયું છે જેમાં ૨૦ ડબા સીંગતેલ, ૩૦ ડબા કપાસીયા તેલ, ૩૫૦ કિલો ચણાનો લોટ,૪૦૦ કિલો ઘઉંનો લોટ, ૩૦૦ કિલો રાજગરા, ૪૦ કિલો બાજરાનો લોટ, ૫૦૦ કિલો ખીચડી, ૩૦૦ કિલો ખાંડ, શુદ્ધ ઘીના ૧૨ ડબા, ૫૦ કિલો ચા ની ભૂકી,૧૦ કિલો ધાણાજીરું, હળદર, ૫૦ કિલો મરચું, ૧૫૦૦ કિલો બટેટા, ૧૫૦ કિલો માંડવીના દાણા, ૧૦૦ કિલો સાબુદાણા, ૩૦ કિલો તલ, ૧૫૦ કિલો કરકરાનો લોટ સહિતની ચીજો રસોડામાં તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત દૂધ, છાશ ,દહી સચવાઈ રહે તે માટે ખાસ મોટું ડીપ ફ્રીજ રખાયું છે. રાજકોટમાં બે સ્ળોએ અન્નક્ષેત્ર કાર્યરત ગોંડલ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં પણ બે સ્ળોએ જલારામ અને અન્નપૂર્ણા અન્નક્ષેત્ર કાર્યરત છે જેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકોને ભોજન આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech