ટેક ઉદ્યોગપતિ શિવ નાડર 2023-24માં દેશના સૌથી મોટા દાનવીર રહ્યા. એચસીએલના સહ-સ્થાપક શિવ અને તેમના પરિવારે 2,153 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. એટલે કે લગભગ રૂ. 5.90 કરોડ રોજ આપવામાં આવતા હતા.
હુરુન ઈન્ડિયા દ્વારા ગઈકાલે જાહેર કરાયેલ એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલૈન્થ્રોપી લિસ્ટ-2024 અનુસાર, શિવ નાદર સતત પાંચ વર્ષથી પ્રથમ સ્થાને છે. આ યાદીમાં દેશના સૌથી મોટા દાતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યાદી 1 એપ્રિલ, 2023 અને 31 માર્ચ, 2024 વચ્ચે આપવામાં આવેલા દાનના ડેટાના આધારે તૈયાર કરવામાં આવી હતી. આ યાદીમાં અંબાણી પરિવાર બીજા ક્રમે છે. તેમણે 407 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. 154 કરોડનું દાન કરીને રોહિણી નિલેકણી મહિલાઓમાં સૌથી વધુ દાન કરનાર ડોનર રહ્યા છે. નિલેકણી દંપતીએ આ યાદીમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. નંદન નિલેકણી 307 કરોડ રૂપિયાના દાન સાથે છઠ્ઠા સ્થાને છે. ગૌતમ અદાણી અને પરિવારે 330 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ગયા વર્ષની સરખામણીમાં અદાણી પરિવારના દાનમાં 16 ટકાનો વધારો થયો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક આરોગ્ય કાર્યક્રમો માટે દાન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ ૧૯૯૦ પોઈન્ટ અપ
November 22, 2024 03:07 PMમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech