૨ કલાકમાં ૧૫ કોલ, નબીરાના પિતાએ સેમ્પલ બદલવા ડોકટરો પર કર્યું દબાણ

  • May 29, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્ર્રના પુણેમાં પોર્શ કાર અકસ્માત કેસમાં સગીર આરોપીના બ્લડ સેમ્પલમાં થયેલ છેડછાડની તપાસ ચાલી રહી છે. ત્રણ સભ્યોની સમિતિએ ગરોજ સાસૂન જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે.

તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે આરોપીના બ્લડ સેમ્પલ લેતા પહેલા ડોકટર અજય તાવરે અને આરોપીના પિતા વિશાલ અગ્રવાલ વચ્ચે વોટસએપ અને ફેસટાઇમ પર ૧૪ કોલ અને એક નોર્મલ કોલ થયો હતો. આ ફોન કોલ્સ સવારે ૮:૩૦ થી ૧૦:૪૦ વચ્ચે કરવામાં આવ્યા હતા અને સવારે ૧૧ વાગ્યે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

પોલીસે ૧૯ મેના રોજ થયેલા અકસ્માતના બીજા દિવસે આરોપીના બ્લડ સેમ્પલમાં ફેરફારનો ખુલાસો કર્યેા હતો. આ ઘટસ્ફોટ બાદ સરકારી હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના ચીફ ડો. અજય તાવરે, ચીફ મેડિકલ ઓફિસર ડો. શ્રીહરિ હલનોર અને એક સ્ટાફ અતુલ ઘાટકંબલેની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય પર આરોપ છે કે તેણે પૈસાની લાલચમાં આરોપીના બ્લડ સેમ્પલ બદલ્યા હતા, જેથી નબીરાએ દા પીધો હોવાની પુષ્ટ્રિ ન થઈ શકે.

સગીર અને તેના મિત્રોને દા સપ્લાય કરવા બદલ ધરપકડ કરાયેલ કોઝી અને બ્લેક પબના માલિકો અને કર્મચારીઓએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જામીન અરજી પર આજે બપોરે સુનાવણી થશે. પોલીસના જણાવ્યા અનુસાર, ૧૯ મેની રાત્રે વેપારી વિશાલ અગ્રવાલના સગીર પુત્રએ તેના મિત્રો સાથે મળીને ૬૯ હજાર પિયાનો દા પીધો હતો. તે તેના મિત્રો સાથે પુણેમાં કોજી પબ ગયો. ત્યાં તેણે રાત્રે ૧૨ વાગ્યા સુધી ભારે દા પીધો હતો. તે પછી, ડિં્રકસ પીરસવાનું બધં થઈ ગયું, તેથી તે તેના મિત્રો સાથે બ્લોક મેરિયોટ પબ માટે રવાના થયો અને જતા પહેલા તેણે પબમાં ૪૮ હજાર પિયાનું બિલ આપ્યું. તેણે મેરિયટ પબમાં ૨૧ હજાર પિયાનો દા પણ પીધો હતો. આટલો બધો દા પીધા પછી નશાની હાલતમાં તેણે ૩ કરોડ પિયાની પોર્શ કારની ચાવી હાથમાં લઈને ફલ સ્પીડમાં ડ્રાઈવ કરી, અને ૨ લોકોના જીવ લઈ લીધા.
અગ્રવાલ પરિવાર આખા પુણેમાં પ્રખ્યાત છે. આરોપીના પિતા વિશાલ અગ્રવાલની માલિકીની કંપનીઓની કુલ સંપત્તિ ૬૦૧ કરોડ પિયા છે. તેમની ઘણી પેઢીઓ બાંધકામના વ્યવસાયમાં રહી છે. બ્રમ્હા કોર્પ નામની કન્સ્ટ્રકશન કંપની આરોપીના પરદાદા બ્રમદત્ત અગ્રવાલે શ કરી હતી. તે પછી તેના પિતા વિશાલ આ ૪૦ વર્ષ જૂની કંપનીના માલિક છે. બ્રહ્મદત્તે પુણેના વડગાંવ શેરી, ખરાડી, વિમાન નગર વિસ્તારમાં ઘણા મોટા હાઉસિંગ પ્રોજેકટ બનાવ્યા છે. આ ઉપરાંત આરોપીના પરિવાર પાસે બ્રહ્મા મલ્ટિસ્પેસ અને બ્રહ્મા મલ્ટિકોન જેવી બિઝનેસ કંપનીઓ પણ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application