પંજાબની નાભા જેલ તોડીને તેમાંથી બે આતંકવાદી અને ચાર ગેંગસ્ટરને ભગાડી જવાની ઘટનામાં જબરો વણાંક આવ્યો છે અને આ કેસના માસ્ટરમાઇન્ડ રમનજીત સિંહને હોંગકોંગથી ભારતમાં લાવવામાં સીબીઆઈને સફળતા મળી છે.સીબીઆઈએ ઈન્ટરપોલ, એનસીબી–હોંગકોંગની મદદથી આ ઓપરેશન પાર પડું હતું.
આ સમગ્ર કેસ ની વિગતો જોઈએ તો ૨૭ નવેમ્બર ૨૦૧૬ના રોજ પોલીસ વર્દીમાં આવેલા ૧૦ લોકોએ પંજાબની નાભા જેલમાંથી બે આતંકવાદીઓ અને ચાર ગેંગસ્ટરોનું અપહરણ કયુ હતું. જેલ બ્રેકની આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો હતો. આ કેસમાં સીબીઆઈ ઈન્ટરપોલ, એનસીબી –હોંગકોંગની મદદથી હોંગકોંગથી આતંકવાદીઓ અને ગેંગસ્ટરોને જેલ તોડવાના કાવતરાના માસ્ટરમાઈન્ડને ભારત લાવવામાં સફળ રહી છે.સીબીઆઈએ જણાવ્યું કે હોંગકોંગથી ભારત લાવવામાં આવેલા વોન્ટેડ વ્યકિતનું નામ રમનજીત સિંહ છે. ૨૨ માર્ચ ૨૦૧૭ના રોજ પંજાબ પોલીસની વિનંતી પર સીબીઆઈએ ઈન્ટરપોલ જનરલ સચિવાલયમાંથી તેની સામે રેડ નોટિસ જારી કરી હતી. આ પછી આરોપીના સ્થાન અને ધરપકડ માટે ઇન્ટરપોલના તમામ સભ્ય દેશોને રેડ નોટિસ મોકલવામાં આવી હતી.ઈન્ટરપોલ દ્રારા ૨૦૧૮માં આરોપીને હોંગકોંગમાં ટ્રેસ કરવામાં આવ્યો હતો. જેની માહિતી પંજાબ પોલીસને આપવામાં આવી હતી. આ પછી તેને ભારત લાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા. હવે તેને ભારતમાં લાવવામાં આવી શકે છે. તેને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech