જામનગર જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમા NO DRUGS જાગૃતતા કાર્યક્રમ યોજાયો.
ઇનવિઝિબલ એનજીઓ અને જામનગર SOG પોલીસ દ્વારા લાખોટા તળાવ ખાતે નો ડ્રગ્સ જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. જામનગર જિલ્લા પોલીસ વડાએ પણ સાયકલ રાઈડ કરી NO DRUGS અભિયાનમાં જોડાયા હતા સાથે સાથે આજની યુવા પેઢીને તંદુરસ્તી અંગે મહત્વનો મેસેજ પણ આપ્યો હતો.
ઇનવિઝિબલ એનજીઓ દ્વારા નારાયણ સરોવરથી દરિયાઈ કાંઠા વિસ્તારમાં સાયકલ રાઇડ દ્વારા નો ડ્રગ્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, તેના ભાગરૂપે ઈનવિઝિબલ એનજીઓ જામનગરમાં આજરોજ આવ્યુ પહોંચ્યા હતા, અને જામનગર એસ.ઓ.જી પોલીસ સાથે સંયુક્ત રીતે લોકોમાં જાગૃતતા આવે તે માટે લાખોટા તળાવ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. લોકોમાં ડ્રગ્સ અંગે જાગૃતતા આવે તે માટે પેમ્પ્લેટ વિતરણ કરાયા અને સમજૂતી આપવામાં આવી હતી.
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસૂખ ડેલૂ પણ લાખોટા તળાવ ખાતે સાયકલ ચલાવીને નો ડ્રગ અભિયાનમાં જોડાયા હતા અને લોકોને નશાકારક પદાર્થોથી દૂર રહેવા અંગે સમજણ આપવામાં આવી હતી. આ તકે જામનગર શહેર અને ગ્રામ્ય ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ જામનગર એસ.ઓ.જી. પોલીસ, એલસીબી પોલીસ સહિતના પોલીસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ ઇનવિઝિબલ એનજીઓના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.