જમ્મુ–કાશ્મીરમાં આતંકી ઘૂસણખોરીના મામલામાં અનેક સ્થળો પર એનઆઈએની કડક કાર્યવાહી ચાલી રહી છે. આ સંબંધમાં આજે એનઆઈએએ અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે જમ્મુ–કાશ્મીરના રામબન, કિશ્તવાડ, ડોડા, રિયાસી અને ઉધમપુરના વિસ્તારોમાં કડક કાર્યવાહી શ કરી છે.તાજેતરમાં ઘાટીમાં અનેક આતંકવાદી ઘટનાઓ બની છે. જેના કારણે આતંકીઓ સામે સુરક્ષાદળોની કાર્યવાહી પણ તેજ થઈ ગઈ છે
લશ્કરના આતંકવાદી સહિત બેની ધરપકડ
પુલવામા અને બારામુલ્લા જિલ્લામાં બે અલગ–અલગ ઓપરેશનમાં, સુરક્ષા દળોએ લશ્કર–એ–તૈયબાના એક આતંકવાદી અને આતંકવાદીઓ માટે કામ કરતા અન્ય એક વ્યકિતની ધરપકડ કરી છે. પોલીસ પ્રવકતાએ જણાવ્યું હતું કે, અવંતીપોરા વિસ્તારમાં ત્રાલ ખાતે પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર–એ–તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી હતી અને તેના કબજામાંથી ગુનાહિત સામગ્રી, શક્રો અને દાગોળો જ કર્યેા હતો.પ્રવકતાએ કહ્યું કે ગુ માહિતીના આધારે પોલીસે આર્મી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સાથે મળીને ત્રાલ પોલીસ સ્ટેશન વિસ્તારના પિંગ્લિશ ગામમાંથી લશ્કરના આ આતંકવાદીની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું, આતંકવાદીની ઓળખ ઈર્શાદ અહેમદ ચોપન તરીકે થઈ છે, જે લુરગામ ત્રાલનો રહેવાસી છે. તેની પાસેથી એક પિસ્તોલ, ૧૮ ગોળીઓ અને બે મેગેઝીન અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી.
શોપિયાંમાં આતંકવાદી સ્થાનોનો પર્દાફાશ
સુરક્ષા દળોએ જમ્મુ–કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓના છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કર્યેા હતો પોલીસ, સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સંયુકત ટીમે શોપિયાં જિલ્લાના કેલરમાં સર્ચ ઓપરેશન દરમિયાન એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યેા હતો. અધિકારીઓએ જણાવ્યું કે તેઓને ત્યાંથી રસોઈના વાસણો અને ખાધપદાર્થેા મળી આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCM યોગી અને તમામ મંત્રીઓએ કુંભમાં ડૂબકી લગાવી, ગંગા પૂજા કરી; કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો
January 22, 2025 03:10 PMવનતારામાં લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા ૨૦ હાથીઓને કાયમી ઘર મળશે
January 22, 2025 03:10 PMકોલ્ડપ્લેનો ક્રેઝ: મુંબઈથી અમદાવાદ પહોંચવા ફલાઈટ ટિકિટના રૂા.૨૨૦૦૦
January 22, 2025 03:08 PMUPSCએ સિવિલ સર્વિસીસ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને પ્રક્રિયા
January 22, 2025 03:07 PMએઆઈની મદદથી રેલવે ટિકિટ બુકિંગની કાળાબજારી રોકી શકાશે
January 22, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech