NIAએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોની ચાર સંપત્તિઓ જપ્ત કરી છે.તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ સંપત્તિઓનો ઉપયોગ આતંકવાદી ષડયંત્ર રચવા અને ગંભીર ગુના કરવા માટે કરવામાં આવતો હતો.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દેશમાંથી આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ્સની દાણચોરીના નેટવર્કને ખતમ કરવાની દિશામાં પગલાં લઈ રહી છે. આવા અન્ય એક મોટા પગલામાં, NIA એ શનિવારે (6 ડિસેમ્બર) ગેંગસ્ટર લોરેન્સ બિશ્વોઈના સંગઠિત આતંકવાદી-ગુના સિન્ડિકેટના સભ્યોની ચાર મિલકતો જપ્ત કરી.
આ મિલકતોમાંથી એક જંગમ અને ત્રણ સ્થાવર છે. NIA દ્વારા UAPAની જોગવાઈઓ હેઠળ હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં સંકલિત દરોડા પાડીને મિલકતો જપ્ત કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર NIAએ હથિયાર જપ્તી કેસમાં જમ્મુ-કાશ્મીરમાં રહેણાંક મકાનને અટેચ કર્યું છે. NIAએ જણાવ્યું હતુ કે તેને જાણવા મળ્યું છે કે આ તમામ મિલકતો આતંકવાદની આવક છે, જેનો ઉપયોગ આતંકવાદી ષડયંત્ર રચવા અને ગંભીર ગુનાઓ કરવા માટે થાય છે.
જપ્ત કરવામાં આવેલી સંપત્તિની વાત કરીએ તો લખનૌના ગોમતી નગર એક્સ્ટેંશનમાં સુલભ આવાસ યોજનાના આશ્રય-1ના ફ્લેટ-77/4નો સમાવેશ થાય છે, જે લખનૌમાં આતંકવાદી ગેંગના આશ્રયદાતા વિકાસ સિંહનો છે. અન્ય બે જપ્ત કરેલી મિલકતોની વાત કરીએ તો પંજાબના ફાઝિલ્કાના ગામ બિશનપુરાની છે, જેની માલિકી આરોપી દલીપ કુમાર ઉર્ફે ભોલા ઉર્ફે દલીપ બિશ્નોઈની હતો. હરિયાણાના યમુનાનગરના રહેવાસી જોગીન્દર સિંહના નામે નોંધાયેલી ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરવામાં આવી છે.
NIAની તપાસ અનુસાર વિકાસ સિંહ લૉરેન્સ બિશ્નોઈનો સહયોગી છે, જેણે પંજાબ પોલીસ હેડક્વાર્ટર પર રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) હુમલામાં સામેલ આરોપીઓ સહિત આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો.
જોગીન્દર સિંહ લોરેન્સના નજીકના ગેંગસ્ટર કાલા રાણાના પિતા છે. જોગીન્દર સિંહ પર આરોપ છે કે તેણે તેની ફોર્ચ્યુનર કારનો ઉપયોગ આતંકવાદી કૃત્યો માટે હથિયારો અને દારૂગોળો વહન કરવા માટે કર્યો હતો.
આરોપી દલીપ કુમારની સંપત્તિનો ઉપયોગ હથિયાર રાખવા અને આતંકવાદી ગેંગના સભ્યોને આશ્રય આપવા માટે થતો હતો. ઓગસ્ટ 2022 માં, NIA એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સહયોગીઓના સંગઠિત અપરાધ-સિન્ડિકેટ વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવધુ એક પ્લેન અકસ્માત, દક્ષિણ કોરિયા પછી હવે કેનેડિયન પ્લેનમાં લાગી આગ
December 29, 2024 01:03 PMદિલ્હી હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રેક્ટર અને કેન્ટર વચ્ચે અથડામણમાં ત્રણના મોત; એક ઘાયલ
December 29, 2024 12:12 PMભરુચમાં મોટી દુર્ઘટના, GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં 4ના મોત
December 29, 2024 11:49 AMજસપ્રિત બુમરાહે રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં 200મી વિકેટ ઝડપી
December 29, 2024 09:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech