રાજકોટ જિલ્લાના ઈ–શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશનકાર્ડ ધરાવે છે, તેઓને રાષ્ટ્ર્રીય અન્ન સલામતી કાયદો–૨૦૧૩ હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં એનએફએસએ લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ માટે રાજકોટ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તેમણે સંબંધિત ઝોનલ કચેરીનો તથા ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તેમણે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ઈ–શ્રમ કાર્ડ ધારકોને રાષ્ટ્ર્રીય અન્ન સલામતી કાયદો–૨૦૧૩માં અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવા માટે ઈ–શ્રમ કાર્ડ સાથે રાશનકાર્ડ નંબર લીંક કરવા જરી છે. જેથી જે ઈ–શ્રમ કાર્ડ ધારકે ઈ–શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાશનકાર્ડ નંબર આપેલ નથી. તેઓએ તાત્કાલિક પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા મામલતદાર કચેરીનો રાશનકાર્ડ તથા ઈ શ્રમ કાર્ડ સાથે સંપર્ક કરવાનો રહેશે. ઈ–શ્રમ કાર્ડ ધરાવતા તમામ કામદારો શ્રમિકો પૈકી જે કાર્ડધારકો પાસે બારકોડેડ રાશનકાર્ડ ન હોય તેઓને ફોર્મ નંબર–૨ સાથે જરી આધાર પુરાવા રજૂ કરવાથી નવા રાશન કાર્ડ આપવામાં આવશે આ બાબતે વધુ માહિતી જિલ્લા પુરવઠા કચેરી કલેકટર કચેરી બીજો માળ શ્રોફ રોડ રાજકોટ ખાતે બ અથવા ટેલીફોન નંબર ૦૨૮૧–૨૪૭૬૮૯૧ પર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રીબેન વંગવાણીએ જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકતા મેસેજ સોશ્યલ મીડિયામાં ફોરવર્ડ નહી કરવા થઇ અપીલ
May 10, 2025 03:30 PMપોરબંદરમાં ફટાકડા ફોડનારા અને ડ્રોન ઉડાડનારાઓ સામે થશે એફ.આઇ.આર
May 10, 2025 03:27 PMપોરબંદરમાં આઠમા ધોરણની સગીરા ઉપર રીક્ષામાં દુષ્કર્મ ગુજારનાર ચાલકને આજીવન કેદની પડી સજા
May 10, 2025 03:26 PMપોરબંદરવાસીઓને યોગ પ્રત્યે જાગૃત કરવા યોજાઇ વિશાળ બાઇક રેલી
May 10, 2025 03:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech