નીટ પેપર લીક કેસના માસ્ટરમાઇન્ડ અમિતે કબૂલ્યું, હા મેં પેપર લીક કર્યું

  • June 20, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નીટ પેપર લીક કેસના માસ્ટરમાઇન્ડ અમિત આનંદે કબૂલાત કરી છે કે પરીક્ષાના એક દિવસ પહેલા પેપર લીક થયું હતું. પરીક્ષા માફિયા અમિતના કબૂલાતની નકલમાં જણાવવામાં આવ્યું હતું કે પરીક્ષાના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રના જવાબો ગોખાવવામાં આવ્યા હતા. તેના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી 30થી 32 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. નીટ પેપર લીકને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાની પણ માંગ ઉઠી છે.
પેપર લીકના માસ્ટરમાઈન્ડે તેની કબૂલાતમાં કહ્યું છે કે પોલીસને મારા ફ્લેટમાંથી નીટ પરીક્ષાના પ્રશ્નપત્ર અને ઉત્તરવહીના સળગેલા અવશેષો મળ્યા છે. તેણે કબૂલાત કરી હતી કે તે અગાઉ પણ પેપર લીક કરતો રહ્યો છે. બિહારની રાજધાની પટનાના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં અમિત આનંદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અહીં પોલીસે તેની પૂછપરછ કરી જ્યાં તેણે પેપર લીકની કબૂલાત કરી. કબૂલાતની નકલ અનુસાર પેપર લીકનો માસ્ટર માઈન્ડ અમિત મુંગેર જિલ્લાનો રહેવાસી છે. જોકે, તે હાલમાં પટનાની એજી કોલોનીમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો. કબૂલાતમાં અમિતે કહ્યું છે કે, દાનાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સિકંદર સાથે મારી મિત્રતા હતી.મેં સિકંદરને કહ્યું કે હું કોઈપણ સ્પધર્ત્મિક પરીક્ષાના પેપર લીક કરાવીને વિદ્યાર્થીઓને પાસ કરાવું છું. સિકંદરે મને આના પર કહ્યું કે મારી પાસે 4-5 ઉમેદવારો છે જેઓ નીટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમને પાસ કરાવી દો.
સિકંદર પોલીસના હાથે ઝડપાયો હતો અને પછી તેની સૂચના પર અમે પણ પકડાઈ ગયા હતા. અમારા ભાડાના ફ્લેટમાંથી પોલીસને નીટ સહિતની વિવિધ પરીક્ષાઓના એડમિટ કાર્ડ અને નીટના પ્રશ્નપત્રો અન આન્સર સીટના સળગેલા અવશેષો મળી આવ્યા હતા. પોલીસે તેને જપ્ત કયર્િ હતા. મે અગાઉ પણ પેપર લીક કરાવ્યા છે. હું ગુનાની કબૂલાત કરું છું. આ મારુ નિવેદન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News