મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નીટ-યુજી પરીક્ષા અંગે નિષ્ણાત સમિતિની તમામ ભલામણોને કેન્દ્ર સરકાર લાગુ કરશે. ગઈકાલે કેન્દ્ર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચને આ માહિતી આપી હતી. જો કે, સરકારે હજુ સુધી સ્પષ્ટતા નથી કરી કે ભલામણો આ સત્રથી લાગુ કરવામાં આવશે કે પછીના સત્રથી. મહેતાએ કહ્યું કે અમે તમામ ભલામણોને લાગુ કરવા જઈ રહ્યા છીએ. આ બાબત છ મહિના પછી લિસ્ટ થઈ શકે છે. જો કે, ખંડપીઠે એપ્રિલમાં ત્રણ મહિના પછી સુનાવણી માટે કેસની યાદી આપવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ હવે આગામી નીટ-યુજી પરીક્ષા બે તબક્કામાં યોજાશે તે લગભગ નિશ્ચિત છે. આ બે તબક્કા ’પ્રિલિમ’ અને ’મેન્સ’ હોય શકે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલ નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિએ નીટ-યુજી માટે બહુ-સ્તરીય પરીક્ષણની ભલામણ કરી હતી.
ગયા વર્ષે નીટ-યુજીમાં ગેરરીતિઓ અંગેના વિવાદ પછી, શિક્ષણ મંત્રાલયે 22 જૂને પરીક્ષાઓના પારદર્શક અને ન્યાયી સંચાલન માટે ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં રણદીપ ગુલેરિયા, બીજે રાવ, રામામૂર્તિ કે, પંકજ બંસલ, આદિત્ય મિત્તલ અને ગોવિંદ જયસ્વાલ પણ સામેલ છે.
ગયા વર્ષે, સુપ્રીમ કોર્ટે નીટ-યુજી 2024 રદ કરવાની માંગને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે પરીક્ષાની પવિત્રતાનું મોટા પાયે ઉલ્લંઘન થયું હોવાના પૂરતા પુરાવા નથી. કોર્ટે પ્રક્રિયાગત ખામીઓને સુધારવા માટે રચાયેલી સમિતિની મુદત લંબાવી હતી.
સમિતિએ 1000 પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓને પસંદ કરવા અને તેમને ’સિક્યોર સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ સેન્ટર્સ’ તરીકે જાહેર કરવાની ભલામણ કરી છે, જેથી પરીક્ષામાં ગેરરીતિની કોઈ શક્યતા ન રહે. અત્યાર સુધી ખાનગી શાળા-કોલેજોમાં પરીક્ષા કેન્દ્રો હતા.
184 પાનાનો અહેવાલ 10 ભાગોમાં વહેંચાયેલો છે. જેમાં એજન્સીની કામગીરીમાં સુધારા માટે ભલામણો કરવામાં આવી છે. આ સુધારાઓને અમલમાં મૂકવા માટે એક હાઈ પાવર્ડ સ્ટીયરિંગ કમિટીની રચના કરવાનું કહેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech