એનસીઆરટીએ તેના લેટેસ્ટ અભ્યાસક્રમમાં ઘણા ફેરફારો કર્યા છે. ધોરણ 12 પોલિટિકલ સાયન્સના પુસ્તકોમાં ઘણી વસ્તુઓ દૂર કરવામાં આવી છે અને ઉમેરવામાં આવી છે. આ પુસ્તકોમાં આઝાદ પાકિસ્તાન, ચીની ઘૂસણખોરી અને પીઓકે જેવા શબ્દોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
એનસીઆરટી ધોરણ 12 પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ’ભારતની ચીન સાથેની સરહદની સ્થિતિ’ સંબંધિત પ્રકરણમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ પુસ્તક ’ક્ધટેમ્પરરી વર્લ્ડ પોલિટિક્સ’ના બીજા પ્રકરણમાં ભારત-ચીન સંબંધો શીર્ષક હેઠળની જૂની માહિતીમાં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ પાઠ્યપુસ્તકના પેજ નંબર 25માં કહેવામાં આવ્યું હતું કે સરહદ વિવાદ પર બંને દેશો વચ્ચેના સૈન્ય સંઘર્ષથી તે આશા ખતમ થઈ ગઈ છે. આ વાક્ય બદલીને ભારતીય સરહદ પર ચીનની ઘૂસણખોરીએ એ આશાને બરબાદ કરી દીધી છે. એટલે કે લશ્કરી સંઘર્ષ શબ્દની જગ્યાએ ચીન દ્વારા ઘૂસણખોરી શબ્દ આવ્યો છે.
એનસીઆરટીએ માત્ર ભારત-ચીન સંબંધો સંબંધિત પ્રકરણમાં જ નહિ પણ અન્ય પણ ઘણા ફેરફાર કયર્િ છે, ’પોલિટિક્સ ઈન ઈન્ડિયા સિન ઈન્ડિપેન્ડન્સ’માં આઝાદ પાકિસ્તાન શબ્દ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર તરીકે બદલવામાં આવ્યો છે. અગાઉ આ પુસ્તકના પેજ 119માં કહેવામાં આવ્યું હતું કે ભારતનો દાવો છે કે આ વિસ્તાર પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. પાકિસ્તાન આ વિસ્તારને આઝાદ પાકિસ્તાન કહે છે. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પાઠ્યપુસ્તક કહે છે કે આ ભારતીય ક્ષેત્ર છે જે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન દ્વારા કબજે કરેલું છે, જેને પાકિસ્તાન ઓક્યુપાઇડ જમ્મુ કાશ્મીર (પીઑજેકે) કહેવામાં આવે છે.
આ ઉપરાંત પેજ નંબર 132 પર કલમ 370 હટાવવાનો પણ ઉલ્લેખ છે. અગાઉ પુસ્તકમાં એવું કહેવામાં આવ્યું હતું કે મોટાભાગના રાજ્યોને સમાન અધિકારો છે પરંતુ જમ્મુ અને કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યો જેવા કેટલાક રાજ્યોને વિશેષ જોગવાઈઓ આપવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્નારી કલમ 370ને ઓગસ્ટ 2019માં હટાવી દેવામાં આવી હતી. હવે પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ 2019માં રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી.
નવા અભ્યાસક્રમમાં અન્ય ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. પુસ્તકમાં અગાઉ લખેલા ગુજરાત રમખાણોને હવે મુસ્લિમ વિરોધી રમખાણો બનાવવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલી ઈમરજન્સીને લઈને વિવાદો સાથે જોડાયેલા વાક્યોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે બાબરી મસ્જિદને 3 ગુંબજની રચના તરીકે વર્ણવવામાં આવી છે. અયોધ્યા વિવાદને સૌહાર્દપૂર્વક ઉકેલાયેલ મુદ્દો ગણાવ્યો છે. એનસીઆરટી પુસ્તકમાં ફેરફાર આ વર્ષે એપ્રિલમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા, જેને હવે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech