ભારત ટૂંક સમયમાં તેના પ્રથમ અવકાશયાત્રીને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં આ બાબતની જાણકારી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના એક ગગનયાત્રી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ટુક સમયમાં યાત્રા કરશે. આ ઈસરો, નાસા અને ખાનગી કંપ્ની વચ્ચેનું સંયુક્ત મિશન હશે. આ મિશન માટે ઈસરોએ ખાનગી કમ્પ્ની સાથે કરાર પર હસ્તાક્ષર કયર્િ છે. આ મિશન ઓગસ્ટ 2024માં ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થઈ શકે છે.
ઈસરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે નાસા અને એક્સિઓમ સ્પેસે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનના ચોથા ખાનગી અવકાશયાત્રી મિશન માટેના ઓર્ડર પર હસ્તાક્ષર કયર્િ છે. તે ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી ઓગસ્ટ 2024 પહેલા લોન્ચ થવાની શક્યતા નથી. ઈન્ટરનેશનલ સ્પેસ મિશન માટે પસંદ કરાયેલા ગગનયાત્રી, ગગનયાન મિશન માટે પ્રશિક્ષિત ભારતીય વાયુસેનાના ચાર પાઈલટમાંથી એક હશે.ઈસરોના બોર્ડે આ માટે ચાર પાઈલટોની પસંદગી કરી હતી. આ તમામે રશિયામાં અવકાશ યાત્રાના મૂળભૂત મોડ્યુલની તાલીમ લીધી છે. હાલમાં, તે બધા ગગનયાન મિશન માટે બેંગલુરુમાં ઈસરોના અવકાશયાત્રી તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ગગનયાન તાલીમ કાર્યક્રમના ત્રણમાંથી બે સેમેસ્ટર પૂર્ણ થઈ ગયા છે. તાલીમ માટે જરૂરી સિમ્યુલેટર અને સ્ટેટિક મોકઅપ્સ પણ તૈયાર છે.યાત્રીને અંતરિક્ષમાં લઈ જવાના રોકેટના કેટલાક ભાગો પણ તૈયાર છે, કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં ટીએમસી સાંસદ સૌગત રોય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો આ જવાબમાં આ માહિતી આપી હતી.
ત્રણ અવકાશયાત્રીને ત્રણ દિવસ માટે અવકાશમાં લઈ જઈ સલામત પરત લવાશે
ગગનયાન પ્રોજેક્ટ એ ઈસરોનું અત્યંત મહત્વાકાંક્ષી મિશન છે. આ અંતર્ગત ત્રણ અવકાશયાત્રીઓને ત્રણ દિવસ માટે 400 કિલોમીટરની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. આ મિશન 2025માં શરૂ થવાની ધારણા છે. આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે ભારત અવકાશમાં માનવ મોકલવાની ક્ષમતા ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં જોડાશે. તેનાથી અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech