મંગળ પર બે વર્ષના બદલે બે મહિનામાં પહોંચી જવાય એવું રોકેટ નાસા બનાવશે

  • May 22, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પૃથ્વી પરથી મંગળ પર પહોંચવામાં અવકાશયાનને હાલમાં ૨૨ થી ૨૪ મહિના લાગે છે. અમેરિકન સ્પેસ એજન્સી એક રોકેટ બનાવવા જઈ રહી છે જે માત્ર બે મહિનામાં અવકાશયાનને ત્યાં લઈ જશે. રોકેટનું નામ પલ્સ્ડ પ્લાઝમા રોકેટ (પીપીઆર ) હશે. નાસાએ આ પ્રોજેકટને અમલમાં મૂકવા માટે અમેરિકન રિસર્ચ અને કન્સ્ટ્રકશન કંપનીને ફંડિંગ આપ્યું છે.સ્પેસ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, નાસાનું કહેવું છે કે પીપીઆરની પ્રોપલ્શન સિસ્ટમ અત્યાધુનિક હશે.

રોકેટ ન્યુકિલયર યુઝન પાવર સિસ્ટમ દ્રારા ઉર્જા મેળવશે. અણુને તોડવાથી ભારે ઉર્જા ઉત્પન્ન થશે, જેના કારણે રોકેટ તેજ ગતિએ આગળ વધશે. પીપીઆર અન્ય રોકેટ કરતાં નાનું હશે. તેની મદદથી ભારે અવકાશયાન અવકાશમાં મોકલી શકાશે. તેમાં ટેકનોલોજી હશે જે અવકાશયાત્રીઓને ગેલેકટીક કોસ્મિક કિરણોથી બચાવશે.

નાસા ખાતે ઇનોવેટિવ એડવાન્સ્ડ કોન્સેપ્ટસ (એનઆઈએસી) પ્રોગ્રામના એકિઝકયુટિવ હોન નેલ્સન કહે છે કે પીપીઆર એક અલગ પ્રકારની વિજ્ઞાનની કલ્પનાને વાસ્તવિકતામાં ફેરવવાનું છે. અવકાશયાત્રામાં માનવી જેટલો ઓછો સમય વિતાવે તેટલો સારો. પીપીઆર અવકાશના કિરણોત્સર્ગ અને માઇક્રોગ્રેવિટીના સંપર્કની અવધિમાં ઘટાડો કરશે. આ માનવ શરીર પર તેની અસર ઘટાડવામાં મદદ કરશે.
ઘણી અવકાશ એજન્સીઓ મંગળ પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહી છે. નાસા ૨૦૩૦ સુધીમાં મંગળ પર માનવ મોકલવાની યોજના ધરાવે છે. પીપીઆર પ્રોજેકટને તેની સાથે જોડવામાં આવી રહ્યો છે.


માનવ મિશનને પ્રોપલ્શનની જર છે જે સમગ્ર સૌરમંડળમાં મોટા પેલોડને ઝડપથી ખસેડી શકે. છેલ્લા ૫૦ વર્ષેામાં વિકસિત મોટાભાગની પ્રોપલ્શન સિસ્ટમ્સ ઉચ્ચ થ્રસ્ટ છે કા તો અથવા ઉચ્ચ આવેગ છે. પીપીઆર માં બંને સુવિધાઓ હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application