નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી(નાડા)એ ભારતના સ્ટાર રેસલર બજરગં પુનિયા વિદ્ધ કડક કાર્યવાહી કરી છે. નાડાએ એન્ટી ડોપિંગ કોડના ઉલ્લંઘનને કારણે ૪ વર્ષનો પ્રતિબધં લગાવ્યો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે એક ખેલાડી તરીકે તેની કારકિર્દી સમા થઈ ગઈ છે.
નાડાએ નેશનલ ટીમ માટે પસંદગી કરવા ટ્રાયલ દરમિયાન ૧૦ માર્ચે ડોપ ટેસ્ટ માટે તેના નમૂના આપવાનો ઇનકાર કરવા બદલ બજરગં પુનિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યેા હતો. આ પહેલા નાડાએ ટોકયો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજને ૨૩ એપ્રિલના રોજ આવા જ ગુના બદલ સસ્પેન્ડ કર્યેા હતો, ત્યારબાદ વિશ્વ સ્તરીય કુસ્તી સંગઠન યુનાઈટેડ વલ્ર્ડ રેસલિંગએ પણ તેને સસ્પેન્ડ કરી દીધો હતો. બજરંગે આ સસ્પેન્શન સામે અપીલ કરી હતી અને તેને નાડાની ડિસિપ્લિનરી ડોપિંગ પેનલ દ્રારા ૩૧ મેએ નાડા દ્રારા આરોપની નોટિસ જારી કરવા સુધી તેને રદ કરી હતી. ત્યારપછી નાડાએ ૨૩ જૂને રેસલરને નોટિસ આપી હતી.
બજરગં પુનિયાના સંદર્ભમાં, ડિસિપ્લિનરી ડોપિંગ પેનલએ તેના આદેશમાં કહ્યું કે – પેનલનું માનવું છે કે એથ્લેટ કલમ ૧૦.૩.૧ હેઠળ પ્રતિબંધો માટે જવાબદાર છે અને તેને ૪ વર્ષના સમયગાળા માટે તેને અયોગ્ય જાહેર કરવામાં આવે છે. આ પ્રતિબંધનો અર્થ એ છે કે બજરગં સ્પર્ધાત્મક કુસ્તીમાં પાછા નહીં ફરી શકે અને જો તે ઇચ્છે તો વિદેશમાં કોચિંગની નોકરી માટે પણ અરજી નહીં કરી શકે. પેનલે કહ્યું કે બજરગં પર ૪ વર્ષનો પ્રતિબધં ૨૩.૦૪.૨૦૨૪થી અમલમાં આવશે. બજરંગે શઆતથી જ કહ્યું છે કે કુસ્તીસંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિદ્ધ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાને કારણે, ડોપિંગ નિયંત્રણના સંબંધમાં તેમની સાથે અત્યતં પક્ષપાતી અને અન્યાયી વર્તન કરવામાં આવ્યું છે. બજરંગે એમ પણ કહ્યું હતું કે તેણે કયારેય સેમ્પલ આપવાનો ઇનકાર કર્યેા નથી, પરંતુ માત્ર તેના ઈમેલ પર નાડાનો જવાબ માંગ્યો હતો, જેમાં તેણે ડિસેમ્બર ૨૦૨૩માં તેના સેમ્પલ લેવા માટે એકસપાયર્ડ કિટ કેમ મોકલવામાં આવી તે અંગે જવાબ માંગ્યો હતો. બાદમાં નાડાએ પણ આ પાછળનું કારણ સમજાવ્યું. પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે ચેપરોનડીસીઓએ તેમનો યોગ્ય રીતે સંપર્ક કર્યેા હતો અને તેમને કહ્યું હતું કે ડોપ વિશ્લેષણ માટે તેમને પેશાબના નમૂના આપવા જરી છે
કોંગ્રેસમાં જોડાયા હતા, દેખાવોમાં સામેલ હતા
ઉલ્લેખનીય છે કે બજરગં પુનિયા સાથી કુસ્તીબાજ વિનેશ ફોગટ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, યાં તેમને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે ૧૧ જુલાઈના રોજ લેખિતમાં આરોપોને પડકાર્યા હતા. ત્યારબાદ ૨૦ સપ્ટેમ્બર અને ૪ ઓકટોબરે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech