અમદાવાદમાં મેડિસીન બનાવતી જાણિતી ફાર્મા કંપની કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં એક રહસ્યમય ઘટના બનવા પામી છે. કંપનીમાં કામ કરતી ત્રણ મહિલા અને એક પુરૂષ વોશરૂમમાં બેભાન થયા હતા. જેમાં એક મહિલાનું મોત થતા ચકચાર મચી ગઈ છે. જ્યારે અન્ય બે મહિલા અને એક પુરૂષને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટના પાછળનું કારણ અકબંધ છે. મૃતક મહિલાના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની ભાગોળે આવેલી કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં એક મહિલા કર્મચારીનું દુર્ઘટનાજનક મોત નિપજ્યું છે અને ત્રણ અન્ય વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ત્રણથી વધુ મહિલા કોઈ કારણોસર બેભાન થઇ ગઇ હતી. જેમાંથી એકનું મોત થયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીના વોશરૂમમાં ત્રણથી વધુ મહિલાઓ અચાનક બેભાન થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન વર્ષાબેન રાજપુત નામની એક મહિલાનું મોત થયું છે, જ્યારે બાકી બે મહિલા અને એક પુરુષની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
વર્ષાબેન રાજપુતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમની માંગ છે કે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવારજનોએ કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ ઉઠાવી છે.
આ ઘટનાને લઈને ઘણી શંકાઓ ઊભી થઈ છે. મહિલાઓના અચાનક બેભાન થવાનું કારણ હજી અકબંધ છે. પરિવારજનોએ કંપનીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે કંપની આ મુદ્દે મૌન ધારણ કરી રહી છે. દુર્ઘટના કેવી રીતે ઘટી અને તેના માટે કોણ જવાબદાર છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
હાલમાં પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ, કંપનીના સુરક્ષાકર્મીઓ અને ત્યાં કામ કરતા અન્ય કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારજનો અને કંપની વચ્ચે તણાવજનક સ્થિતિ છે અને જ્યાં સુધી સત્ય બહાર આવશે નહીં, પરિવારજનોએ આ મુદ્દે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર નજીકથી ગેરકાયદેસર ઘુસણખોરી કરતી પાંચ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ
March 18, 2025 12:38 PMરાજકોટમાં આર્કિટેકસનો મીનીકુંભ : ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રીય એવોર્ડની ઉજવણી
March 18, 2025 12:32 PMયોગી નિકેતન, રાજહંસ, ન્યુ કોલેજવાડી અને ગંગા પાર્કમાં પેવીંગ બ્લોકના કામનું ખાતમુહૂર્ત
March 18, 2025 12:29 PMમનપામાં કાલે જનરલ બોર્ડ; એટલાન્ટિસ અગ્નિકાંડ ગુંજશે
March 18, 2025 12:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech