ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિક 2024 માટે અયોગ્ય ઠેરવવામાં આવી છે. ગેરલાયક જાહેર થયા બાદ વિનેશ કુસ્તીની અંતિમ મેચ રમી શકશે નહીં. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પર વિનેશ ફોગાટ માટે ઈમોશનલ પોસ્ટ કરી છે. જેમાં તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં કરોડો દેશવાસીઓ એ જ ઉત્સાહ સાથે તમારી સાથે ઉભા છે જે રીતા આખી સ્પર્ધા દરમિયાન તમારી સાથે હતા.
વિનેશ ફાઈનલમાંથી બહાર થયા બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “પ્રિય બહેન, મેં તમારી હિંમત, તમારી મહેનત અને સમર્પણ જોયું છે. તમે ઓલિમ્પિકમાં દેશની કરોડો છોકરીઓના સપના માટે લડી રહ્યા હતા. તમારી શાનદાર રમત દ્વારા કરોડો છોકરીઓના સપનાએ ઉડાન ભરી છે કે જેઓ નાના શહેરોમાંથી આવે છે, ઘણા પડકારો સાથે સંઘર્ષ કરે છે, સિસ્ટમ સામે લડે છે, પ્રતિકૂળ સંજોગોને હરાવીને મોટા પ્લેટફોર્મ પર પહોંચવાની અભિલાષા ધરાવે છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોસ્ટમાં આગળ લખ્યું કે તમારી શાનદાર રમતે સમગ્ર દેશને ગર્વથી ભરી દીધો. તમામ પડકારો સામે લડીને તમે તમારી અથાક મહેનતથી જે સ્થાને પહોંચ્યા તે સરળ નહોતું. તમારી આ અતુલ્ય યાત્રાએ લાખો સપનાઓને મજબૂત બનાવ્યા છે. આ મુશ્કેલ સમયમાં કરોડો દેશવાસીઓ તમારી સાથે એટલા જ ઉત્સાહ સાથે ઉભા છે જેટલો આખી સ્પર્ધા દરમિયાન હતા.
પોતાને એકલા ન સમજો - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારી બહેન વિનેશ ફોગટ, તમારી જાતને એકલી ન સમજો અને યાદ રાખો કે તમે અમારા ચેમ્પિયન હતા અને તમે હંમેશા અમારા ચેમ્પિયન રહેશો. મને વિશ્વાસ છે કે તમે મજબૂત રીતે પાછા આવશો.
જાણો વિનેશ ફોગાટ કેમ ફાઈનલમાંથી થઈ બહાર?
કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગટ જે કેટેગરીમાં રમવાની હતી, તેમાં વિનેશનું વજન કેટલાક ગ્રામ વધુ હતું. વિનેશે 6 ઓગસ્ટની રાત્રે મહિલા કુશ્તીની 50 કિગ્રા વજનમાં ક્યુબાની કુસ્તીબાજને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકે વિનેશની ગેરલાયકાત બાદ આ ઈવેન્ટમાં ભારતનું ગોલ્ડ કે સિલ્વર જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech