આયુષ્માન ખુરાનાએ તાજેતરમાં પોડકાસ્ટમાં તેના બાળપણના દુઃખદ અનુભવો શેર કર્યા છે. તેણે જણાવ્યું કે તેના પિતા કડક હતા અને તેને વારંવાર મારતા હતા. એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે સિગારેટની વાસના કારણે તેને માર મારવામાં આવ્યો હતો, જો કે તેણે ક્યારેય ધૂમ્રપાન નથી કર્યું.
બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની આ વર્ષે કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. તે સ્ક્રીનથી દુર જ રહ્યો. પરંતુ તે હેડલાઇન્સમાં રહ્યો હતો ખરો. ક્યારેક દીકરી અને પત્ની સાથે સમય પસાર કરવાનું તેને પસંદ કર્યું ક્યારેક ઇવેન્ટમાં સ્થાન મેળવવા વિશે વાત કરી હવે તેણે તેના પિતા વિશે એક ખુલાસો કર્યો છે, જેના પછી તે સમાચારોની હેડલાઇન બની ગયો છે. તેણે તેના બાળપણના આઘાત વિશે વાત કરી છે, જ્યારે તેને બેલ્ટ અને ચપ્પલ વડે માર મારવામાં આવ્યો હતો.
'વિકી ડોનર' એક્ટર આ દિવસોમાં તેના મ્યુઝિકલ બેન્ડ 'આયુષ્માનભાવ' માટે ચર્ચામાં છે. આ માટે તેઓ અમેરિકાના પ્રવાસે છે. તેણે અહીં પ્રામાણિકતાથી પોડકાસ્ટમાં તેના અંગત જીવન અને વ્યાવસાયિક જીવન વિશે ખુલીને વાત કરી. તેમણે સંગીત પ્રત્યેના તેમના પ્રેમ અને લાગણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું, 'હું 20 વર્ષની ઉંમરે પિતા બન્યો હતો. મતલબ કે, જ્યારે વિકી ડોનર રિલીઝ થઈ ત્યારે હું પહેલેથી જ પિતા હતો. તે ખૂબ જ અલગ અનુભવ હતો. તાહિરા અને હું બંને સાથે મોટા થયા છીએ કારણ કે અમે ખૂબ જ નાની ઉંમરે માતા-પિતા બન્યા હતા.
આયુષ્માન ખુરાના તેના પિતા જેવો નથી
અભિનેતાએ આગળ જણાવ્યું કે તેની લાઈફમાં તેની પુત્રીના આગમનથી તેનું જીવન કેટલું બદલાઈ ગયું. તેણે કહ્યું, 'સૌથી સારી વાત એ છે કે મારે એક દીકરી છે. તમે વધુ સારા વ્યક્તિ બનો. દીકરીઓ બીજાની લાગણીઓને વધુ સારી રીતે સમજે છે. તે જ સમયે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ તેમના પિતા જેવા છે કે તેમનાથી અલગ છે? ત્યારે અભિનેતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે મારા પિતા સરમુખત્યાર જેવા જ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં પોલીસ મીંદડી બની ગઈ, તલવાર-છરી સાથે લુખ્ખાઓ આવ્યા ને... જુઓ વીડિયો
December 19, 2024 04:24 PMધક્કામુક્કી મામલે ભાજપના 3 સાંસદો રાહુલ વિરુદ્ધ FIR નોંધાવવા પહોંચ્યા
December 19, 2024 04:12 PMભાજપ સાથે ગેમ રમનાર જયેશ પટેલની ગેમ થઇ ગઇ
December 19, 2024 03:48 PMદસ્તાવેજ કૌભાંડ: પ્યાદા નહીં મૂળ સુધી પહોંચવાનો કલેકટરનો આદેશ
December 19, 2024 03:46 PMવોર્ડ નં.૭, ૮, ૧૪ના વિસ્તારો અશાંત ધારામાં સમાવો: ધારાસભ્ય ટીલાળા
December 19, 2024 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech