વાંકાનેર સ્ટેટના રાજવી અને રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા આજરોજ આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા અને આજકાલના એમ.ડી. ચંદ્રેશભાઇ જેઠાણીને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આજકાલની મુલાકાતે પધારેલા કેશરીદેવસિંહ રાયસભાના સાંસદ હોવાની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હસ્તકની રાજકોટ એઇમ્સના મેમ્બર પણ છે. આથી સૌરાષ્ટ્ર્રના છેવાડાના વિસ્તાર સુધી એઇમ્સની આરોગ્ય સેવાનો લાભ લોકોને બહોળા પ્રમાણમાં મળે અને એઇમ્સની આરોગ્ય સેવાથી લોકો વાકેફ થાય એ માટે રાજકોટ એઇમ્સના સહયોગથી આગામી તા.૧૦ને રવિવારના રોજ મોરબી જિલ્લાનો મેગા આરોગ્ય કેમ્પ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે. જેમાં જુદા જુદા વિભાગના ૫૦ થી વધુ તબીબ સેવા આપશે. કેમ્પમાં દર્દીનો ચોક્કસ નિદાન થાય એ માટે રિપોર્ટ અને દવા ની:શુલ્ક આપવામાં આવશે તેમ મુલાકાત દરમિયાન સાંસદએ જણાવ્યું હતું. વધુમાં ઉમેયુ હતું કે, આ રીતે સૌરાષ્ટ્ર્રના દરેક જિલ્લામાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનાથી લોકોની આરોગ્ય તપાસણી પણ થઇ શકે અને નિદાન દરમિયાન કોઈ બીમારી જણાય તો એઇમ્સ ખાતે સારવાર પણ મળી શકે છે.
વધુમાં કેશરીદેવસિંહ રાયસભાના સાંસદ બન્યાને ૨૦ ઓગસ્ટના એક વર્ષ પૂર્ણ થયું છે.અને એક વર્ષ દરમિયાન તેમના પ્રયાસથી વાંકાનેર વિસ્તારને કેટલીક જરી સુવિધા આપવામાં સફળતા મળી છે. એ વિશે સાંસદએ જણાવ્યું હતું કે, ઢૂવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં અનેક નાના–મોટા સીરામીક સહિતના ઉધોગ કાર્યરત છે અને ઉધોગની જરિયાત મુજબ વીજપુરવઠો પૂરતો મળી રહે એ માટે ઉધોગકારોની પીજીવીસીલના સબ ડિવિઝનની કેટલાક સમયની માગણી હતી જે અંગે રાય સરકારમાં રજુઆત કરતા સબ ડિવિઝન મંજુર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી વાંકાનેર ખાતે ડીવાયએસપી કચેરીની તાતી જરિયાત હોય જે અંગે પણ રાય સરકારમાં રજૂઆત કરવામાં આવતા વાંકાનેરને ડીવાયએસપી કચેરી ફાળવવામાં આવી છે. સાંસદએ વધુમા ઉમેયુ હતું કે, પર્યાવરણ બચાવો અભિયાન તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત તાલુકામાં ૧,૨૦,૦૦૦ જેટલા વૃક્ષનું વાવતેર કરી હરિયાળી ક્રાંતિ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને તાલુકાની જનતા માટે રેલવેની કેટલીક લાંબા ટની ઓખા દેહરાદૂન, શાલીમાર એકસપ્રેસ, સાંતરાચી કવિ ગુ એકસપ્રેસ અને વંદે ભારતનો સ્ટોપ વાંકાનેરને મળે એ માટેની રજુઆત ને પણ સફળતા મળી છે. આમ રાયસભામાં અનેક પ્રશ્નો રજુ કરી હકારત્મક ઉકેલ લાવવા પ્રયત્નશીલ છું તેમ ઉમેયુ હતું.
સાંસદ કેસરીદેવસિંહએ એક વર્ષના કાર્યકાળ દરમિયાન પાર્લામેન્ટ્રી કમિટીમાં ટ્રાન્સપોર્ટ ટુરિઝમ એન્ડ કલચર કમિટીના ચેરમેન્ટ તરીકે જવાબદારી નિભાવી એનું પ્રતિનિધિત્વ કયુ છે. કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસો.ટ્રેનિંગ પ્રોગમ એડનબર્ગ સ્કોટલેન્ડની મુલાકાત લીધી હતી. તેઓ રાજકોટ એઈમ્સ, રાજકોટ હિરાસર એરપોર્ટ અને સબ કોર્ડીનેટ લેજીસ્લેટી કમિટીના મેમ્બર તરીકે પણ સેવા આપી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech