કામના બોજ હેઠળ મારી દીકરી મોતને ભેટી માતાનો જાયન્ટ કંપનીના માલિકનેપત્ર

  • September 19, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્ર્રના પુણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મોટી એકાઉન્ટિંગ કંપનીમાં કામ કરતી ૨૬ વર્ષની કર્મચારીનું મોત થયું હતું. મૃતક છોકરીની માતાએ હવે કંપનીને લખેલા પત્રમાં કહ્યું છે કે તેમની પુત્રીનું મૃત્યુ કામના વધુ પડતા બોજને કારણે થયું છે. માતાએ એમ પણ લખ્યું અને દુ:ખ વ્યકત કયુ કે કંપની સાથે સંકળાયેલ એક પણ વ્યકિત તેની પુત્રીના અંતિમ સંસ્કારમાં પણ સામેલ ન થયો.
પ્રા વિગતો મુજબ કેરળની એક યુવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અન્ના સેબેસ્ટિયન પેરાઇલ, માત્ર ચાર મહિના પહેલા માર્ચમાં જ જાયન્ટ કંપની અન્સ્ર્ટ એન્ડ યંગમાં જોડાઈ હતી અને ત્યારથી તે ઘરે કામના તણાવ વિશે વાત કરતી હતી. હવે પેરાઇલની માતા અનિતા ઓગસ્ટિને અન્સ્ર્ટ એન્ડ યગં ઈન્ડિયાના પ્રમુખ રાજીવ મેમાણીને એક ઈમેલ લખ્યો છે.
માતાએ કહ્યું કે પેરાઇલે ૨૦૨૩માં તેની સીએની પરીક્ષા પાસ કરી અને માર્ચ ૨૦૨૪માં અન્સ્ર્ટ એન્ડ યગં પુણેમાં કર્મચારી તરીકે જોડાઈ. કોલેજમાં પણ તે હંમેશા ટોપ કરતી હતી. તેણે કહ્યું કે આ તેની પ્રથમ નોકરી હતી અને તેથી તેણે કંપનીની અપેક્ષાઓ પૂરી કરવા માટે અથાક મહેનત કરી, પરંતુ આ પ્રયાસે તેના શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર અસર કરી.
અનીતા ઓગસ્ટિને વધુમાં જણાવ્યું હતું કે કંપનીમાં જોડાયાં પછી તરત જ તેણીએ ચિંતા, નિંદ્રા અને તાણનો અનુભવ કરવાનું શ કયુ, પરંતુ તેણીએ સતત મહેનત કરી અને સતત મહેનત કરી. પત્રમાં તેણે વધુ કામ કરાવવા બદલ પેઢીની ટીકા કરી હતી.
પીડિતાની માતાએ એવો પણ દાવો કર્યેા હતો કે ઘણા કર્મચારીઓએ ભારે કામના બોજને કારણે રાજીનામું આપી દીધું હતું, તેથી તેની પુત્રીના બોસે તેને એવું ન કરવાનું કહ્યું હતું અન્નાના મેનેજર ઘણીવાર ક્રિકેટ મેચો દરમિયાન મીટીંગો ફરીથી શેડૂલ કરતા અને દિવસના અંતે તેણીને કામ સોંપતા, જેનાથી તેણીનો તણાવ વધતો. તેણે એમ પણ કહ્યું કે તેની પુત્રી મોડી રાત સુધી અને સાહના અંતે પણ કામ કરતી હતી. માતાએ કહ્યું કે અન્નાએ અમને કહ્યું કે તેમની પાસે ખૂબ જ વધારે કામનું ભારણ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application