લઘુમતિ વિસ્તારોમાં હોડી મારફતે મુસ્લિમ યુવાનોએ લોકોને બચાવ્યા

  • August 30, 2024 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના લઘુમતિ વિસ્તારમાં ફસાયેલા લોકો અને પશુઓને હોડી વડે બચાવવામાં આવ્યા હતા.
પોરબંદર જિલ્લામાં ઉપરવાસમાંથી જુદા-જુદા ડેમના પાણી છોડવામાં આવતા અને પોરબંદરમાં સ્થાનિક પડેલા વરસાદને કારણે કુંભારવાડા વિસ્તારથી લઈને મેમણ વાડા સુધીના વિસ્તારમાં ઠેર ઠેર પૂરના પાણી ઘૂસી ગયા છે જેના કારણે અત્યાર સુધીમાં લઘુમતી વિસ્તારોમાંથી ૫૦ જેટલા પરિવારોનું સ્થળાંતર હોળી મારફતે કરીને વી.જે.મદ્રેસા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તેઓને આશરો આપવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ તેમના બકરી સહિતના પશુઓને પણ હોડીમાં બચાવવામાં આવ્યા હતા મુસ્લિમ યુવાનોની ટીમ દ્વારા ગતરાત્રિથી જ સતત આ કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોના સ્થળાંતરમાં મદદ‚પ બની રહ્યા છે તથા તેઓને ભોજન સહિત રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. બે સગર્ભા મહિલાઓનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં ગઇકાલ રાત્રિથી જ સિપાઇ જમાતના માજી પ્રમુખ ફા‚કખાન શેરવાની, સૈયદ અજીમબાપુ, સુધરાઇસભ્ય ફા‚કભાઇ સૂર્યા, સિપાઇ જમાતના પ્રમુખ ફૈઝલખાન પઠાણ, યાકુબભાઇ મુલ્લા સહિત ટીમ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને વી.જે.મદ્રેસા સંકુલમાં ઉમ્મતિ એન્ડ ઉન્નતિ ટ્રસ્ટ તરફથી ફરસાણ તથા નાસ્તાના પેકેટ તથા હાજી આફતાબભાઇ ખત્રી મચ્છીવાળા તરફથી ૪૦૦ લોકોને ભોજન પૂરુ પાડવામાં આવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application