શહેરના રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે રહેતા યુવાને મુસ્લિમ યુવતી સાથે છ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતાં.યુવાન અઠવાડિયા માટે બહારગામ ગયા બાદ પરત આવતા ચાર વર્ષના પુત્રે ગુપ્તાંગમાં દુ:ખાવો થતો હોવાનું કહેતા યુવાનને પુત્રની ખતના થઇ ગઇ હોવાનું માલુમ પડયુ હતું.આ બાબતે પત્નીને કહેતા તેણે ઝઘડો કર્યો હતો.સાસુએ ધમકી આપી હતી.જેથી યુવાને આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પત્ની અને સાસરીયા તથા ખતના કરનાર સામે લેખિતમાં ફરિયાદ અરજી કરી છે.
રૈયા ટેલિફોન એસચેન્જ પાસે રહેતા ક્નસ્ટ્રકશનના ધંધાર્થી યુવાન દ્વારા યુનિ. પોલીસ સ્ટેશનમાં પત્ની તેમજ જામનગરમાં રહેતા સાસુ,સસરા અને ખતના કરનાર ડોકટર અથવા જમાતખાનાના જમાતી વિરૂધ્ધ લેખિત ફરિયાદ અરજીમાં કરી છે.યુવાને અરજીમાં જણાવ્યું હતું કે, તેણે જામનગરની વતની મુસ્લિમ યુવતી સાથે 18/01/2018 ના રોજ પ્રેમલગ્ન કાર્ય હતાં. લગ્નજીવન થકી ચાર વર્ષનો પુત્ર છે.
યુવાને અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, ગત તા. 21/12/2024માં મારે મારા કામ સબબ જામનગર જવાનું થયું હતું. ત્યાં અઠવાડિયાનું કામ હોય જેથી હું ત્યાં મારા ભાઈના ઘરે રોકાઈ ગયો હતો. કામ પૂરું થઇ જતા ઘરે ગયો હતો.દરમિયાન પુત્ર મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે, મને બાથરૂમ કરવાની જગ્યા એ દુખે છે જેથી મેં તેની પેન્ટ ખોલીને ચેક કરતા પુત્રના ગુપ્તાંગમાં પાટા બાંધેલ હોય જેથી આ બાબતે મેં મારી પત્નીને પુછેલ જેથી તેણે કહ્યું હતું કે,કે આનું ખતના કરાવ્યું છે. જેથી મેં પત્નીને કહ્યું હતું કે, લગ્ન બાદ પિતાનો જે ધર્મ હોય તે પુત્રનો હોય અને નામ પણ આનું કબીર છે જેથી મારી પત્ની ઉશ્કેરાઈ ગયેલ અને મને જેમફાવે તેમ ભૂંડી ગાળો બોલવા લાગી હતી. મારા પુત્રને અસહ્ય દુ:ખાવો થતો હોય જેથી મેં તેને હોસ્પિટલ લઇ જવા માટે મારા પરિવારના સભ્યોને જાણ કરેલ અને બધાને ભેગા કરવાનું નક્કી કર્યું હતું અને મારી પત્નીને પણ કહ્યું હતું કે તારા માતા-પિતાને અને બધાને બોલાવી લે પુત્ર કબીરને હોસ્પિટલે લઇ જાવો પડશે.
યુવાને વધુમાં જણાવ્યું છે કે, મેં મારા સાસુને ફોન કરી વાત કરતા તેમણે કહ્યું હતું કે, અમારા ધર્મ મુજબ ખતના કરાવી પડે. તું ઘરે હાજર ના હોય જેથી તારી જાણબહાર અમોએ આ કરાવેલ છે અને તને જો કોઈ આ બાબતથી તકલીફ હોય અને જો કંઇ વાંધો ઉઠાવીસ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ અને મારી ઉપર ખોટી ફરીયાદો કરવાનું કહી ફોન કાપી નાખ્યો હતો.યુવાન તેના માતાપિતાને મારા ઘરે થી રોડ સુધી લેવા જતા પત્ની પુત્રને તેની સાથે લઇને ઘરેથી યુવાનની જાણ બહાર ક્યાક ચાલી ગઇ હતી.
ત્યારબાદ યુવાને પત્ની અને પુત્રની શોધખોળ કરી હતી પણ તેમનો કયાંક પતો લાગ્યો ન હતો.યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ અરજી કરી છે. જોકે આ મામલે બાદમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયુ હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજયાં ફકત મહિલા ડોકટરો હશે તે હોસ્પિટલમાં મૃત્યુદર વાર્ષિક ૧૫ થી ૨૦ ટકા ઘટી જશે: સર્વે
January 22, 2025 03:30 PMAIની મદદથી ૪૮ કલાકમાં જ કેન્સરની તપાસથી લઈને વેકિસન પણ તૈયાર થશે
January 22, 2025 03:28 PMટ્રમ્પ એઆઇ પર કરશે ૫૦૦ ડોલરનું રોકાણ,એક લાખથી વધુને નોકરીની તક
January 22, 2025 03:24 PM૯૭મા ઓસ્કાર નોમિનેશનની કાલે જાહેરાત્ત
January 22, 2025 03:21 PMલિસ્ટિંગ પહેલાં IPO શેરમાં ટ્રેડિંગની મંજૂરી આપવા વિચારણા
January 22, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech