વર્ષ ૨૦૨૪ સુધીમાં ઈલોન મસ્કની સંપત્તિ રેકોર્ડ ૫૦૦ બિલિયન ડોલરને પાર કરી જશે. હાલમાં તેમની પાસે ૪૭૪ બિલિયન ડોલરની સંપત્તિ છે. ગઈકાલે મસ્કની નેટવર્થમાં ૧૯.૨ બિલિયન ડોલરનો વધારો થયો. જો આગામી બે દિવસમાં આવી જ વૃદ્ધિ ચાલુ રહેશે તો મસ્કની નેટવર્થ ૫૦૦ બિલિયન ડોલરને વટાવી જશે.
વિશ્વના સૌથી અમીર વ્યકિત ઈલોન મસ્કની સંપત્તિમાં આ વર્ષે ૨૪૫ અબજ ડોલરનો ઉમેરો થયો છે. તે કમાણીમાં પણ નંબર વન છે. તેમના પછી માર્ક ઝકરબર્ગ છે, જેમની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૯૨.૬ બિલિયન ડોલરનો વધારો થયો છે. વિશ્વના આ ત્રીજા સૌથી અમીર વ્યકિત પાસે ૨૨૧ અબજ પિયાની સંપત્તિ છે. આ મસ્કની આ વર્ષની કમાણી કરતાં ઓછી છે. વિશ્વના બીજા સૌથી અમીર વ્યકિત જેફ બેઝોસની કુલ સંપત્તિ ૨૫૧ અબજ ડોલર છે. આ વર્ષે તેમની સંપત્તિમાં ૭૪.૫ બિલિયન ડોલરનો વધારો થયો છે.
અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ એવું લાગી રહ્યું હતું કે જાણે ઇલોન મસ્કની સંપત્તિને પાંખો મળી ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેકસના ડેટા અનુસાર, ૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ, ઈલોન મસ્કની સંપત્તિ ૨૬૪ બિલિયન ડોલર હતી. લગભગ ૪૦ દિવસમાં મસ્કની સંપત્તિમાં ૨૧૦ અબજ ડોલરનો વધારો થયો છે. આ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં મસ્કની નેટવર્થ ૨૪૫ બિલિયન ડોલર અથવા ૧૦૭.૧ ટકા વધી છે. મસ્ક ટેસ્લાનો લગભગ ૧૩ ટકા હિસ્સો ધરાવે છે. તેના શેર રોકેટની જેમ ઉડી રહ્યા છે. એક મહિનામાં ૩૬ ટકાથી વધુ ઉડાન ભરી છે. મસ્ક સ્પેસએકસમાં લગભગ ૪૨% હિસ્સો ધરાવે છે. વધુમાં, તેઓ એકસ કોર્પના અંદાજે ૭૯ ટકા માલિક હોવાનો અંદાજ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech