મસ્કને પગાર તરીકે મળશે ૫૬ બિલિયન ડોલરનું પેકેજ, શેરહોલ્ડર્સએ આપી મંજૂરી

  • June 14, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટેસ્લાના શેરહોલ્ડર્સએ સીઇઓ ઇલોન મસ્કના ૫૬ બિલિયન ડોલરના પે પેકેજને મંજૂરી આપી છે. મસ્કે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યેા છે કે ટેસ્લાના શેરધારકો તેમના માટે ૫૬ બિલિયન ડોલરના પગાર પેકેજને મંજૂર કરવા માટે અને ઇલેકિટ્રક વ્હીકલ મેકર કંપનીના કાનૂની ઘરને ટેકસાસમાં ખસેડવા માટે પણ મતદાન કયુ હતું. ડેલવેર કોર્ટના ન્યાયાધીશે અગાઉ ૨૦૧૮ ના પે પેકેજ પ્લાનને ફગાવી દીધું હતું.
બોર્ડ અને મસ્ક માટે આ એક મોટી જીત છે. શેરહોલ્ડર્સની મંજુરી મેળવવાના પ્રયાસમાં, તેણે તેની વિશ્વસનીયતાને લાઇન પર મૂકી દીધી છે, જોકે તેને ગ્લાસ લેવિસ અને ઇન્સ્િટટુશનલ શેરહોલ્ડર સર્વિસીસ જેવા રોકાણકારોના વિરોધનો સામનો કરવો પડો હતો. આ મંજૂરી ટેસ્લાના રિટેલ રોકાણકારોના આધારમાંથી મસ્કને મળતા સમર્થનને રેખાંકિત કરે છે.


શેરહોલ્ડર્સની મંજૂરી છતાં, ડેલવેર કોર્ટમાં પગાર પેકેજ પરના મુકદ્દમાન ઉકેલ આવ્યો નથી, કેટલાક કાનૂની નિષ્ણાતો માને છે કે આ કેસ મહિનાઓ સુધી ખેંચાઈ શકે છે. ન્યાયાધીશે જાન્યુઆરીમાં પગાર પેકેજને અમાન્ય કરી દીધું હતું. મસ્કને પેકેજ પર તાજા મુકદ્દમાનો પણ સામનો કરવો પડી શકે છે, જે યુએસ કોર્પેારેટ ઇતિહાસમાં સૌથી મોટો હશે. શેરધારકોએ ૨૦૧૮માં આ પેકેજ માટે મત આપ્યો હતો.
ગુવારે, શેરહોલ્ડર્સએ કંપનીના કાનૂની ઘરને ડેલવેરથી ટેકસાસમાં ખસેડવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી. તેઓએ બોર્ડના બે સભ્યો, મસ્કના ભાઈ કિમ્બલ મસ્ક અને મીડિયા મોગલ પર્ટ મર્ડેાકના પુત્ર જેમ્સ મર્ડેાકની પુન:ચૂંટણી સહિત અન્ય દરખાસ્તોને પણ મંજૂરી આપી હતી. ટેસ્લાએ ગુવારે મતદાનની સંખ્યા જાહેર કરી ન હતી, જે આગામી દિવસોમાં જાહેર થવાની અપેક્ષા છે. ઓછામાં ઓછા અડધા મિલિયન દર્શકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લાઇવસ્ટ્રીમ પર મીટિંગ જોઈ અને યુ ટુબ પર લગભગ ૪૦,૦૦૦ લોકોએ આ ઘટના નિહાળી હતી. જાન્યુઆરીમાં, મસ્કે કંપનીનું ધ્યાન રોબોટેકિસસ તરફ વાળ્યું,ટેસ્લાની કામગીરી અંગેના અપડેટમાં, મસ્કે ગુવારે જણાવ્યું હતું કે કંપનીએ તાજેતરમાં એક સાહમાં રેકોર્ડ ૧,૩૦૦ સાયબરટ્રકસ મોકલ્યા છે અને તેની સેમી ટ્રકના વોલ્યુમ ઉત્પાદન માટેની યોજનાઓ અમલમાં છે. તેમણે ઓટોનોમસ કાર માટેની યોજનાઓ વિશે વિસ્તૃત વાત કરી, જોકે તેમણે સેલ્ફ–ડ્રાઇવિંગ વ્હીકલના લોન્ચ માટે કોઈ સમયમર્યાદા આપી નથી.
ટેસ્લાના શેરની કિંમત તેની ૨૦૨૧ની ટોચથી લગભગ ૫૫ ટકા ઘટી ગઈ છે કારણ કે ઇવી વેચાણ ધીમી પડી ગયું છે અને મસ્કનું ધ્યાન ટેસ્લા અને તે ચલાવતી અન્ય કંપનીઓ વચ્ચે ડગમગ્યું છે. ગુવારે શેર ૨.૯ ટકા વધીને બધં થયો હતો. બોર્ડે કહ્યું હતું કે મસ્ક પેકેજને લાયક છે કારણ કે તેણે બજાર મૂલ્ય, આવક અને નફાકારકતા પરના તમામ મહત્વાકાંક્ષી લયોને સાબિત કર્યા હતા.



હોટ ડેમ, આઇ લવ યુ ગાઈઝ: મસ્ક
ટેસ્લાના શેરહોલ્ડર્સનો આટલી જંગી બહત્પમતીથી સાથ મળતા મસ્ક ખુશખુશાલ થયો છે, તેણે પોતાના પે પેકેજને મંજૂરી મળ્યા બાદ ઉત્સાહમાં કહ્યું હતું કે, અમારી પાસે સૌથી અત્પત શેરહોલ્ડર બેઝ છે, હોટ ડેમ, આઇ લવ યુ ગાઈઝ. મતદાન આપનારા લગભગ ૯૦% રિટેલ ઈન્વેસ્ટર્સ માંરી તરફેણમાં હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application