મસ્ક ૪૦૦ બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા પ્રથમ વ્યકિત

  • December 12, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકામાં રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ ઈલોન મસ્ક પર પૈસાનો વરસાદ શ થયો છે અને તે અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તેની ઈલેકિટ્રક કાર કંપની ટેસ્લાના શેરો ધૂમ મચાવી રહ્યા છે અને વિશ્વના સૌથી અમીર વ્યકિત મસ્ક દરેક પસાર થતા દિવસે સંપત્તિના મામલે ઈતિહાસ રચી રહ્યા છે અને હવે તેમની સંપત્તિ ૪૦૦ બિલિયન ડોલરને પાર કરી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઈલોન મસ્કની નેટવર્થમાં ૬૨ અબજ ડોલરથી વધુનો વધારો થયો છે.
ટેસ્લા અને સ્પેસએકસ જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કે તમામ દિગ્ગજોને સંપત્તિના મામલામાં એટલા પાછળ છોડી દીધા છે કે તેમની વચ્ચે સંપત્તિનું અંતર ઓછું કરવું અત્યારે શકય નથી. નેટ વર્થ વિશે વાત કરીએ તો બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેકસ અનુસાર, ઈલોન મસ્કની કુલ સંપત્તિ હવે ૪૪૭ અબજ ડોલર છે. છેલ્લા ૨૪ કલાકમાં તેમાં ૬૨.૮ બિલિયન ડોલર (પિયા ૫.૩૨ લાખ કરોડથી વધુ)નો વધારો થયો છે.
વર્ષ ૨૦૨૪માં વિશ્વના અગ્રણી અબજોપતિઓની સંપત્તિમાં થયેલા વધારા બાદ ઈલોન મસ્કથી પાછળ કોઈ દેખાતું નથી. મસ્કે આ વર્ષે જ ટોપ–૧૦ બિલિયોનેર્સની યાદીમાં બીજા અને ત્રીજા સૌથી ધનિક લોકોની લગભગ કુલ સંપત્તિ મેળવી છે. વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ઈલોન મસ્કની નેટવર્થમાં ૨૧૮ બિલિયન ડોલરનો બમ્પર વધારો થયો છે અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ તેમાં ઝડપથી વધારો થયો છે.
એક તરફ યાં ઈલોન મસ્કની સંપત્તિ ૪૦૦ બિલિયન ડોલરને પાર કરી ગઈ છે. ત્યાં જ ટોપ–૧૦ અબજપતિઓની યાદીમાં સામેલ અન્ય દિગ્ગજોની નેટવર્થમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. એમેઝોનના જેફ બેઝોસ ૨૪૯ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યકિત છે, યારે ફેસબુકના માર્ક ઝકરબર્ગની કુલ સંપત્તિ ૨૨૪ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે અને તે ત્રીજા સૌથી ધનિક વ્યકિત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application